ગરીબ દર્દીઓ માટે સરકારે રાહત આપતો નિર્ણય લીધો…
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગરીબ દર્દીઓને રાહત મળે તે માટે મહત્વનો નિર્ણય લીધો છે. જેની વિગત જોતા રાજ્ય સરકારની તમામ આરોગ્ય શાખાઓ ખાતે રવિવાર સિવાય રાત્રિના 8 વાગ્યા સુઘી સારવાર સુવિધા પ્રાપ્ત થશે. તેમજ દર્દીના એક સગાને બે ટાઇમનુ ભોજન પણ સરકારી હોસ્પિટલોમાં આપવામા આવશે જે અંગેનો નિર્ણય લેવાતાં આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે તે અંગેની જાહેરાત કરી હતી.




