અંકલેશ્વર શહેરના રામકુંડ વિસ્તારમાં આવેલ ડબ્બી ફળિયાનો પરિવાર શુકલતીર્થ મેળો મહાલવા જતા તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણા તેમજ રોકડા રકમની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
અંકલેશ્વર શહેરના રામકુંડ વિસ્તારમાં આવેલ ડબ્બી ફળિયામાં રહેતા જયદીપ પટેલ પોતાનું મકાન બંધ કરી ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામમાં ભરાતા ભાતીગળ મેળામાં પરિવાર સાથે પોતાનું મકાન બંધ કરી ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલ સોના-ચાંદીના ઘરેણા તેમજ રોકડા રૂપિયાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે મકાન માલિકે અંકલેશ્વર એ ડીવીઝન પોલીસ મથક ખાતે પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે.




