Published By : Parul Patel
અમદાવાદ થી આબુ રોડ તરફ જતા વાહન ચાલકો માટે ડાયવર્ઝન આપવામા આવ્યુ હોવાથી વાહન ચાલકોને ફરીને અવરજવર કરવી પડશે.
નેશનલ હાઈવે ખાડાના કારણે બંધ કરવો પડે તેવી સ્થિતિ છે. તથા NHAIની નબળી કામગીરીના કારણે બે માસમાં ચાર વાર રસ્તો બંધ કરવામાં આવ્યો છે. સામાન્ય વરસાદમાં ખાડા પડી જવાને કારણે વાહનો ફસાતા નેશનલ હાઇવે બંધ કરાયો છે. અમદાવાદથી આબુ અને આબુથી અમદાવાદ જતા વાહનોને ચંડીસર વાઘરોળ થઈ 30-35 કી.મી. લાંબુ ડાયવર્ઝન અપાયું છે. પાલનપુર એરોમા સર્કલ પર અનેક ટ્રકોના પૈડા થંભી ગયા છે.
અવારનવાર નેશનલ હાઇવે બંધ કરવો પડે તેવી સ્થિતિ હોવા છતાં NHAIની આંખ ઉઘડતી નથી. તેમજ પાલનપુર આબુ રોડ હાઇવે છેલ્લા બે માસમાં ચોથી વાર બંધ કરવો પડ્યો છે. જેમાં પ્રવાસીઓ તથા ટ્રકમાં માલસામાંનની અવરજવર કરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.