ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારો ઉમેદવારી નોંધાવી રહ્યા છે. આજે ઘાટલોડિયા બેઠક માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉમેદવારી પત્ર ભર્યું હતુ. ત્યારે તેમની સાથે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તેમની સાથે જોડાયા હતા. તેમણે પોતાની ઉમેદવારી ઘાટલોડિયા બેઠકથી નોંધાવી છે. ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીના ફોર્મ ભરવાની અંતિમ તારીખ 17મી નવેમ્બર છે.

દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના પ્રભાત ચોક ખાતે રોડ શો કર્યો હતો. અગાઉ મંગળવારે, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની સરકાર બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે પાર્ટી તમામ રેકોર્ડ તોડશે અને મહત્તમ બેઠકો સાથે જીતશે. ગૃહમંત્રી ગુજરાતના અમદાવાદમાં છે, જ્યાં તેઓ આગામી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવા સાણંદ મતવિસ્તારના ઉમેદવાર કનુ પટેલ સાથે ગયા હતા.




