Published by : Rana Kajal
આગામી તા 10મે ના રોજ કર્ણાટક વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. ત્યારે હાલમાં કર્ણાટકમાં જ્ઞાતિવાદી રાજકારણ ગરમાયું છે વિવિધ રાજકીય પાર્ટીઓએ પણ જ્ઞાતિગત સમીકરણ ધ્યાનમાં રાખી ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. ભાજપે સૌથી વધુ 30ટકા ટિકિટ લિંગાયત ઉમેદવારને ટિકિટ આપી છે. તે સાથે એક પણ મુસ્લિલિમ ઉમેદવારને ટિકીટ આપી નથી. બીજી તરફ કોંગ્રેસે 7ટકા એટલેકે 15 મુસ્લીમ ઉમેદવારોને જ્યારે 23 ટકા લિંગાયતો ને ટીકીટ આપી છે અત્રે નોંધવું રહ્યું કે કર્ણાટકમાં કુલ વસ્તીના 17 ટકા જેટલી વસ્તી લિંગાયત છે. જ્યારે જેડીએસે સૌથી વધુ 22 ટકા ટિકીટ વોકકાલિંગા સમુદાયને ટિકીટ આપી છે જ્યારે આ સમુદાયના 20 ટકા ઉમેદવારોને ટિકિટ આપી છે. અત્રે નોંધવુ રહ્યું કે બેંગલુરુ આસપાસની 28 વિધાનસભા પૈકીની 27 બેઠકો પર વોક્કાલિંગા સમુદાયનુ વર્ચસ્વ છે




