Published by : Rana Kajal
ઉનાળાની આકરી ગરમીમાં સુમધુર કેરી સૌને પ્યારી લાગે છે. તે સાથે કેરીના વૃક્ષના પાન પણ આરોગ્ય માટે ખૂબ ઉપયોગી છે.. કે લોકોને ઉનાળાની ઋતુ વધુ પસંદ નથી હોતી, પરંતુ આ ઋતુમાં કેરી પુષ્કળ પ્રમાણમાં મળે છે, જેના કારણે લોકો આ ઋતુની રાહ જોતા હોય છે. રસદાર કેરી જેટલી સ્વાદિષ્ટ હોય છે તેટલી જ તે ફાયદાકારક પણ હોય છે…કેરીના વૃક્ષના પાનમા વિટામિન એ, વિટામિન સી, વિટામિન બી અને ફ્લેવોનોઇડ્સ અને ફિનોલ્સ જેવા એન્ટીઑકિસડન્ટો પણ મળી આવે છે. કેરીના પાનનું સેવન કરીને ઘણી બીમારીઓને હરાવી શકાય છૅ.
આંબાના પાંદડાના અમૂલ્ય ફાયદા….
ડાયાબિટીસ-
ડાયાબિટીસના દર્દીઓને કેરીના પાનને ઉકાળીને પીવાથી ઘણી રાહત થાય છે. તેમાં એન્થોસાયનિડિન નામનું ટેનીન હોય છે, જે બ્લડ સુગર લેવલને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે..
પેટના અલ્સર…
પેટના અલ્સરની સારવાર માટે કેરીના પાન ઉપયોગી સાબિત થઈ શકે છે. પેટના અલ્સરની સારવારમાં ઘણી મદદ કરે છે.
બીપી કંટ્રોલમાં મદદ કરે ….
બીપીને કંટ્રોલ કરવા માટે કેરીના પાનમાંથી તૈયાર કરેલ પાણી પણ પી શકો છો. જે રક્તવાહિનીઓને મજબૂત કરવામાં અને વેરિસોઝ વેઇન્સની સારવારમાં પણ મદદ કરે છે.
કિડની
કિડની કે પિત્તાશયની પથરીના ઈલાજમાં પણ આંબાના પાનનું સેવન ઉપયોગી સાબિત થાય છે.આંબાના પાનને ઉકાળીને પીવાથી થોડા દિવસોમાં પથરી પેશાબની નળી દ્વારા બહાર આવે છે.
અસ્થમાઃ-
કેરીના પાનને ઉકાળીને પીવાથી અસ્થમા કે શ્વાસ સંબંધી રોગોમાં પણ ફાયદો થાય છે. તેનાથી ઉધરસ અને ગળાના દુખાવાની સમસ્યામાં પણ રાહત મળે છે.આંબાના પાનનો ઉકાળો પીવાથી ફાયદો થયો હોવાનું જણાયું છે…
કેન્સર-
કેરીના પાનમાં એન્ટિ-કાર્સિનોજેનિક ગુણ હોય છે. તે મુક્ત રેડિકલ દ્વારા થતા નુકસાનને અટકાવી શકે છે જે કેન્સર જેવા રોગોનું મૂળ છે….
વાળ માટે ફાયદાકારક-
કેરીના પાન વાળની સમસ્યાને દૂર કરી શકે છે.આ પાંદડામાં ફ્લેવોનોઈડ હોય છે, જે વાળને અકાળે સફેદ થવા દેતા નથી. ઉપરાંત, તેમાં વિટામિન એ અને વિટામિન સી હોય છે જે વાળને ખરતા અટકાવે છે..
આંબાના પાનમાંથી પાણી કેવી રીતે બનાવવું તેની રીત જોતા…
એક વાસણમાં બે ગ્લાસ પાણી નાખી. તેને ગેસ પર મુકો, હવે તેમાં 2 થી 4 આંબાના પાન નાખો. પાણી અડધું રહી જાય ત્યાં સુધી તેને ઉકાળો. પછી તેને ગાળીને ઠંડુ થવા દો, તેમાં મધ ઉમેરીને રોજ સવારે તેનું સેવન કરો, ખૂબ ફાયદો થશે




