શિયાળો આવે એટલે ડ્રાય સ્કેલ્પને કારણે શું તમને પણ વાળમાં ડેન્ડ્રફની સમસ્યા રહે છે?? વાળમાં સફેદ ફોતરી તરીકે ફેલાઈ જતો ખોડો વાળ ખરવાનું પણ કારણ બને છે. ચાલો જાણીએ તેને દુર કરવાના ઉપાયો.શિયાળો આવે એટલે ત્વચાની સાથે વાળ પણ રુક્ષ થઈ જાય છે અને તેના લીધે વાળમાં ડેન્ડ્રફની સમસ્યા સર્જાય છે. ખાસ કરીને તૈયાર થઈને બહાર જવાનું હોય ત્યારે અચાનક જ ખોડો દેખાવા લાગે તો બહાર જવાનો બધો મૂડ ખરાબ થઇ જાય છે અને વાળ પણ ખરાબ દેખાય છે. ખોડાના લીધે માથામાં ખંજવાળની સાથે વાળ ખરવાની પણ તકલીફ રહે છે.અને જો ખોડો વધારે પ્રમાણમાં થયો હોય તો તે ગમે ત્યારે ખરવાથી નીચું જોવા પણું પણ થતું હોય છે.
જો તમને પણ ખોડાની તકલીફ રહેતી હોય તો તમારા માટે એવા નુસખા હાજર છે જે Dandruff ની સમસ્યાને દુર કરવામાં અસરકારક નીવડે છે. આ આયુર્વેદિક ઉપચારોને આજમાવવા સરળ પણ છે અને પોકેટ ફ્રેન્ડલી પણ અને તેનાથી અન્ય કોઈ આડઅસર થવાની પણ બીક રહેતી નથી.
ડેન્ડ્રફ માટે આયુર્વેદિક ઉપચાર
માથાના તાળવા (scalp) પર ડેડ સ્કીન જમા થાય છે અને પછી ફોતરીના બનીને ખરવા લાગે છે. આ એક પ્રકારનું ફંગસ જ છે જે સ્કેલ્પને વધારે પડતું રુક્ષ કરી નાખે છે. ડેન્ડ્રફના થાય એના માટે વાળમાં વધારે સમય સુધી તેલ લગાવીને ના રાખવું જોઈએ. ચાલો હવે જાણીએ કે ડેન્ડ્રફથી કેવી રીતે છુટકારો મેળવવો જોઈએ.
લીમડો: લીમડો એ ઓષધીય વનસ્પતિ છે તેમાં ભરપુર માત્રામાં એન્ટી બેકટેરીઅલ અને એન્ટી ફંગલ ગુણ રહેલા છે જે ખોડાને જડમૂળમાથી નાશ કરી દે છે. લીમડાના પાંદડા પણ માથામાં આવતી ખંજવાળને દુર કરવામાં અસરકારક છે. તેનો ઉપયોગ કરવા માટે પહેલા લીમડાના પાનને પાણીમાં ઉકાળી લો અને એ પાણીને સાદા પાણી સાથે મિકસ કરીને વાળ ખોવાથી ખોડાની સમસ્યામાં રાહત મળે છે. ડાયરેક્ટ લીમડાના પાનનો રસ કાઢને તેણે વાળમાં ન લગાવવું જોઈએ.
લસણ: લસણએ ખાલી ખાવામાં નહી પણ વાળમાં લગાવવામાં પણ ગુણકારી છે, લસણમાં એન્ટી ફંગલ ગુણ હોય છે જે ખાસ કરીને ખોડાને દુર કરવામાં કામ લાગે છે. 2 નંગ લસણને કુટીને પાણીમાં મિક્સ કરી દો અને આ પાણીને સ્કાલ્પ ( માથાના તાળવા) પર લગાવો અને થોડીવાર પછી તેણે ધોઈ નાખો. લસણની ગંધ વાળમાંથી ન આવે તે માટે તમે એમાં ઈચ્છો તો મધ પણ ઉમેરી શકો છો.
મેથી: વાળમાંથી ખોડાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે સુકી મેથી એ અકસીર ઈલાજ છે. આખી રાત મેથીના દાણાને પાણીમાં પલાળીને રાખો બીજા દિવસે સવારે એ દાણાને પીસીને તેની પેસ્ટ તૈયાર કરી લો અને આ પેસ્ટને તાળવા પર સરખી રીતે લગાવીને એક કલાક સુધી રહેવા દો અને પછી સાદા પાણીથી વાળને ધોઈ લો.
આ ઉપરાંત વાળમાં લીંબુનો રસ, ખાટુ દહીં કે ખાટી છાશનો ઉપયોગ પણ ખોડાની સમસ્યમાં રાહત આપે છે. પણ જો તમને કાયમી આ સમસ્યા રહેતી હોય તો એકવાર તબીબી માર્ગદર્શન લેવું પણ આવશ્યક છે.




