Published by : Vanshika Gor
છેલ્લા ઘણા સમયથી જે ફિલ્મની રિલીઝની રાહ જોવામાં આવી રહી હતી તે ફિલ્મ ‘વશ‘ આજે સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઇ છે. આ એક Psychology થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મ વશિકરણના કોન્સેપ્ટ પર આધારિત છે. ડાયરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિક ફિલ્મ ‘છેલ્લો દિવસ’ બાદથી જ સુપરહિટ ફિલ્મો આપી રહ્યા છે. તેમણે ‘શું થયું’, ‘કરસનદાસ પે એન્ડ યુઝ’, ‘નાડી દોષ’ અને ‘રાડો’ જેવી ફિલ્મો બનાવી છે. કૃષ્ણદેવ યાજ્ઞિક આ ફિલ્મ દ્વારા ગુજરાતી સિનેમાને નવી દિશા આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આ ફિલ્મની દમદાર કહાની સાથે દરેક કલાકારે પોતાનું બેસ્ટ આપ્યું છે. ફિલ્મમાં આર્યાના રોલમાં જાનકી બોડીવાલાએ પોતાના કરિયરનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. અભિનેતા હિતેન કુમારે ફિલ્મમાં નેગેટિવ પાત્રમાં નવું સ્ટાન્ડર્ડ સેટ કર્યું છે. અભિનેતા હિતુ કનોડિયાએ દર્શકોના મન પર પોતાની ઉંડી છાપ છોડી છે. નીલમ પંચાલ પણ દર્શકોનું ધ્યાન ખેંચવામાં સફળ થઈ છે. દરેક કલાકારે એકદમ નેચરલી પોતાના પાત્રને નિભાવ્યું છે.
મ્યુઝિક, સિનેમેટોગ્રાફી જોરદાર છે
મ્યુઝિક આ ફિલ્મનો પ્લસ પોઇન્ટ છે. થ્રિલર મૂવીઝમાં મ્યુઝિકનું મહત્વ અન્ય જોનર કરતાં વધી જાય છે. ફિલ્મની એક્શન સિક્વન્સ અને સિનેમેટોગ્રાફી પણ જોરદાર છે. સ્ટોરી, એક્ટિંગ, ડિરેક્શન તેમજ સિનેમેટોગ્રાફીથી લઈને મ્યુઝિક સુધી બહુ એ વન છે. આ ફિલ્મ ગુજરાતી સિનેમામાં એક નવો બેન્ચમાર્ક સેટ કરવા જઈ રહી છે.




