Home Business ગૌતમ અદાણી માત્ર કમાણી જ નહીં પરંતુ દાનમાં પણ બનાવ્યો નવો રેકોર્ડ….

ગૌતમ અદાણી માત્ર કમાણી જ નહીં પરંતુ દાનમાં પણ બનાવ્યો નવો રેકોર્ડ….

0

Published by : Rana Kajal

ગૌતમ અદાણી આ વખતે જુનમાં 60 વર્ષના થશે ત્યારે જન્મદિવસ પર 60,000 કરોડ રૂપિયા (7.7 અબજ ડોલર) પરમાર્થના કાર્યમાં વાપરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.

Forbes ની ભારતીય ઉદ્યોગપતિ બ્રહ્મલ વાસુદેવન અને તેમની વકીલ પત્ની શાંતિ કાંડિયાને એશિયાના ચેરિટી હીરોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. એશિયાના ચેરિટેબલ હીરોની યાદીની 16મી આવૃત્તિ મંગળવારે બહાર પાડવામાં આવી હતી. ફોર્બ્સે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ યાદીમાં કોઈપણ રેન્કિંગ વિના એશિયા-પેસિફિક ક્ષેત્રમાં અગ્રણી પરોપકારી કાર્યો કરનારા લોકોનો સમાવેશ થાય છે.

અદાણીએ આ વખતે જુનમાં 60 વર્ષના થશે ત્યારે જન્મદિવસ પર 60,000 કરોડ રૂપિયા પરમાર્થના કાર્યમાં વાપરવાની પ્રતિબધ્ધતા દર્શાવી છે, ત્યાર બાદ તેમને પણ આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. યાદીમાં સામેલ થવાની સાથે જ તેઓ ભારતના પ્રમુખ પરોપકારી વ્યક્તિઓમાંના એક બની ગયા છે. આ નાણા સ્વાસ્થ્ય સેવા, શિક્ષા અને વિકાસના કામ માટે વપરાવવામાં આવશે. સેવા માટે વાપરવાની આ રકમ અદાણી ફાઉન્ડેશના માધ્યમથી ખર્ચ કરવામાં આવશે. 1996 માં અદાણી ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી હતી. હાલ તે દર વર્ષે 37 લાખ લોકોની મદદ કરે છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version