Home News Update My Gujarat દીકરો સાધુ બની જતાં માતા પિતાનો ભરણ પોષણનો દાવો

દીકરો સાધુ બની જતાં માતા પિતાનો ભરણ પોષણનો દાવો

0
  • ફેમિલી કોર્ટે દર મહિને 10 હજાર ભરણ પોષણ બાંધી આપ્યું
  • હાઈકોર્ટે હુકમ રદબાતલ કર્યો..

એક નિવૃત્ત સરકારી કર્મચારી પોતાનો દીકરો સાધુ બની જતાં ભારણ પોષણ માટે કોર્ટની રાહ પકડી હતી. ફેમિલી કોર્ટે 10 હજાર રૂપિયાનું ભરણ પોષણ બાંધી આપ્યું પરંતુ તેને સાધુ પુત્રએ હાઇકોર્ટમાં પડકારતા  હાઈકોર્ટેફેમિલી કોર્ટનો હુકમ  રદબાતલ કર્યો છે.

અમદાવાદની આ અજીબ ઘટના છે જેમાં એક યુવાન  ઇસ્કોનની પ્રવુતિથી પ્રભાવીત થઈ  પોતાની ઉચ્ચ પગારની નોકરી છોડી સાધુ બની ગયો હતો. સાધુ બન્યા બાદ  તેના માતા પિતાએ ભરણપોષણ માટે કોર્ટનો માર્ગ અપનાવ્યો હતો. ફાર્માસ્યુટીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ જેવી પ્રતિષ્ઠિત નોકરી છોડી અને વર્ષ 2015માં ઇસ્કોનની ધાર્મિક પ્રવૃતિથી પ્રભાવિત થઈ અને યુવક સાધુ બન્યો હતો. આ મામલે તેના  માતા પિતાએ ભરણપોષણ માટે કોર્ટમાં અરજી  કરી હતી.  જેમાં ફેમિલી  કોર્ટે માતાપિતાને ભરણપોષણ માટે દર મહિને 10,000 ચૂકવવાનો હુકમ કર્યો  હતો. આ હુકમને હાઇકોર્ટે રદબાતલ કર્યો છે. આ ઉપરાંત ફેમિલી  કોર્ટે આ કેસમાં નવેસરથી પક્ષકારોને સાંભળી નિર્ણય કરવા આદેશ આપ્યો છે.

સાધુ યુવક દ્વારા કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે, તે સાધુ બની ચૂક્યા છે તેમની કોઈ આવક નથી. કોઈ વ્યક્તિ કમાતો હોય અને માતા-પિતા ગુજરાન ચલાવવા સક્ષમ ના હોય તો ભરણપોષણનો હુકમ થઈ શકે પરંતુ આ કેસમાં અરજદાર સાધુના પિતા નિવૃત સરકારી કર્મચારી છે અને તે 32,000નું પેન્શન મેળવી રહ્યા છે. આ ઉપરાંત 2 સંતાનો હોવા છતાં તેમણે ભરણપોષણ માંગ્યું છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version