Published by : Rana Kajal
પદ્મશ્રી અને પીઢ અભિનેત્રી ઍવી સુલોચના લાટકરનુ મુંબઇ ખાતે શ્વાસની બીમારીના પગલે નિધન થયુ હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સદગતને શ્રધાંજલિ અર્પી હતી. ફિલ્મોમાં માતાની ભુમિકા ભજવી આગવી લોકપ્રિયતા મેળવનાર સુલોચના એ પોતાની કારકિર્દી વર્ષ 1940 માં શરૂ કરી હતી. સદગતે હિન્દી અને મરાઠી મળી કુલ 250 કરતા વધુ ફિલ્મોમાં ભુમિકા ભજવી હતી. તેમને વર્ષ 1999માં પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. સદગત લાબા સમયથી શ્વાસની બીમારી થી પિડાતા હતા. તેમને સારવાર અર્થે મુંબઇની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું નિધન થયુ હતું.




