ભરૂચ :ગુરુવાર: “વિશ્વાસ થી વિકાસ યાત્રા” નો કાર્યક્રમ ભરૂચના પંડિત ઓમકારનાથ ખાતે યોજાનાર છે. જે સંદર્ભે જિલ્લા પંચાયતના સભાખંડમાં ભરૂચ જિલ્લા અધિક નિવાસી કલેકટર એન. આર. ધાંધલની અધ્યક્ષતામાં કાર્યક્રમ અંગે સમીક્ષા બેઠકનું આયોજન કરવામા આવ્યુ હતુ.
વિશ્વાસથી વિકાસ કાર્યક્રમ અંગે સુચારુ વ્યવસ્થા જળવાઈ રહે, તે માટે જિલ્લા અધિક નિવાસી કલેકટર એન. આર. ધાંધલે સંબધિત વિભાગોના અમલીકરણ અધિકારીઓને રચનાત્મક માર્ગદર્શન આપી કાર્યક્રમ વ્યવસ્થિત સૂપેરે થાય તે માટે સૂચનો કર્યો હતા.
જિલ્લા પંચાયતના સભાખંડમાં યોજાયેલ બેઠકમા નાયબ જિલ્લા વિકાસ અધિકારી પી. આર. જોશી, તમામ પ્રાંત અધિકારીઓ, મામલતદાર તેમજ સંબંધિત વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




