- ભરૂચ ખાતે સુરત મેમુ અને સૌરાષ્ટ્ર ટ્રેન અઢી કલાક રોકી રખાઈ
- વલસાડ-બિલ્લીમોરા વચ્ચે અપલાઈન ઉપર બે બ્રિજની કામગીરીને લઈ 4.30 કલાકનો બ્લોક લેવાયો હતો
પશ્ચિમ રેલવે દ્વારા મંગળવારે વલસાડ-બિલ્લીમોરા વચ્ચે 4.30 કલાકના બ્લોકને લઈ 10 થી વધુ ટ્રેનો બે કલાક સુધી મોડી પડી હતી.
રેલવે દ્વારા બે બ્રિજની કામગીરીને લઈ સુરત વલસાડ વચ્ચે આજે મંગળવારે 12.30 કલાકથી સાંજે 5 વાગ્યા સુધી બ્લોક લેવામાં આવ્યો હતો. ડુંગરી વલસાડ અને અમલસાડ બિલ્લીમોરા વચ્ચે બે બ્રિજની કામગીરીને લઈ બ્લોક લેવાયો હતો.જેના કારણે ભરૂચ-સુરત મેમુ અને સૌરાષ્ટ્ર મેઇલને અઢી કલાક ભરૂચ સ્ટેશને જ ઉભી રાખી રિશીડ્યુલ કરવામાં આવી હતી. બ્લોકના પગલે ભગતની કોઠી 10 મિનિટ મોડી, દાદર એક્સપ્રેસ એક કલાક 10 મિનિટ, બિકાનેર-બાંદ્રા 16 મિનિટ, ગુજરાત એક્સપ્રેસ 28 મિનિટ, વિવેક એક્સપ્રેસ 22 મિનિટ, ઝાંસી બાંદ્રા 34 મિનિટ અને ગ્વાલિયર બાંદ્રા 23 મિનિટ વિલંબિત થતા હજારો મુસાફરો અટવાયા હતા.સુરત જતી મેમુ અને સૌરાષ્ટ્ર મેઈલ પ્લેટફોર્મ નંબર 4 અને 5 ઉપર અઢી કલાક સુધી મૂકી રાખતા અંકલેશ્વર, કિમ, કોસંબા, સાયણ, પાનોલી, સુરત જતા મુસાફરોએ અંતે ટ્રેન છોડી હાઇવે પરથી વાહનો પકડવાનો વારો આવ્યો હતો.




