પાકિસ્તાને તાજેતરમા સ્પષ્ટ કર્યુ હતું કે ભારત સાથે પાછલા દરવાજે એટલે કે ગુપ્ત રાહે કોઇ મંત્રણા ચાલી રહી નથી…. સમાચાર એજન્સી પી. ટી. આઇ. ના સૂત્રોના જણાવ્યા અનુસાર પકિસ્તાનના વિદેશ રાજ્ય મંત્રી હિના રબ્બાની ખારે પાકિસ્તાનની સેનેટમાં જણાવ્યુ હતુ કે હાલમા ભારત સાથે પાછલા દરવાજે કોઈ મંત્રણા ચાલી રહી નથી. હિનાએ એમ પણ જણાવ્યું કે આવી ગુપ્ત મંત્રણાનો ફાયદો ત્યારેજ જણાય છે જ્યારે તેનું કોઇ પરિણામ જણાય.હિના રબ્બાનીએ એમ પણ જણાવ્યું કે આંતરરાષ્ટ્રિય સ્તરે પાકિસ્તાનને ભારત સાથે સંબધો સુધારવા અપીલ કરવામા આવે છે પરંતુ વાસ્તવમાં તેમણે ભારત જે સંકેતો અને સંદેશા મોકલી રહ્યુ છે. તે અંગે પણ ધ્યાન આપવું જોઈએ.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ગુપ્ત રાહે કોઇ મંત્રણા ચાલી રહી નથી…
RELATED ARTICLES




