Saturday, May 16, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeInternationalભારત-કેનેડા વચ્ચે ફ્લાઇટ્સની મર્યાદાઓ દૂર થઈ....

ભારત-કેનેડા વચ્ચે ફ્લાઇટ્સની મર્યાદાઓ દૂર થઈ….

Published by : Rana Kajal

  • બંને દેશોએ એર ટ્રાન્સપોર્ટ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા હતા…

કેનેડા અને ભારતે બંને દેશ વચ્ચે અમર્યાદિત ફ્લાઈટ્સને મંજૂરી આપવા માટે એક મહત્વનો  કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું હતું કે ઉત્તર અમેરિકાનો દેશ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં એના આર્થિક અને વેપાર સંબંધોને વધુ ગાઢ બનાવવા માગે છે. જૉકે ટ્રુડોએ કહ્યું હતુ કે બંને દેશ વચ્ચે સરળ અવરજવર અને વેપાર સુનિશ્ચિત કરવોએ અમારી પ્રાથમિકતા છે. એનાથી રોકાણને પ્રોત્સાહન મળશે.  અમે કેનેડા અને ભારત વચ્ચેના કરારની જાહેરાત કરી રહ્યા છીએ, જે અમારા બંને દેશ વચ્ચે અમર્યાદિત સંખ્યામાં ફ્લાઈટ્સને મંજૂરી આપશે. ટ્રુડોએ જણાવ્યું હતુ કે કેનેડા ઈન્ડો-પેસિફિકમાં મોટું રોકાણ કરી રહ્યું છે, જે લાંબા ગાળે એની જોડાણને મજબૂત બનાવશે. જેમ કે  દક્ષિણપૂર્વ એશિયામાં નવા કેનેડિયન બિઝનેસ ગેટવેમાં રોકાણ કરી રહ્યા છીએ, જે કેનેડિયન વ્યવસાયોને આ ગતિશીલ પ્રદેશમાં બિઝનેસ નેટવર્ક્સ સાથે જોડતાં નવાં બજારોમાં વિસ્તરણ કરવામાં મદદ કરશે. કેનેડા અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં પણ મજબૂત સંબંધો બનશે. આવનારાં સમયમાં આ સંબંધોને મજબૂત કરવાનું ચાલુ રાખીશુ. વધુ વિગતે જોતાં કેનેડાનો ભારત સાથેનો પ્રથમ હવાઈ પરિવહન કરાર વર્ષ 1982માં પૂર્ણ થયો હતો કેનેડાના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર ઓમર અલખબ્રાએ કહ્યું હતું કે કેનેડા અને ભારત વચ્ચે ટ્રાન્સપોર્ટ એગ્રીમેન્ટને લીધે બંને દેશના હવાઈ પરિવહન સંબંધો માટે સકારાત્મક વિકાસ થશે તેમજ માલસામાન અને લોકોની અવરજવરને ઝડપી તથા સરળ બનાવીને કેનેડા-ભારત વચ્ચે વેપાર-રોકાણ વધુ સરળ તેમજ ગતિશીલ બનશે.

આ કરારથી કેનેડાની એરલાઇન્સ બેંગલુરુ, ચેન્નઈ, દિલ્હી, હૈદરાબાદ, કોલકાતા અને મુંબઈના કોઈપણ એરપોર્ટ પર ઉતરાણ કરી શકશે અને એના બદલામાં ભારતીય એર કેરિયર્સને ટોરોન્ટો, મોન્ટ્રિયલ, એડમોન્ટન, વેન્કુવરની સરળતાથી ઉતરાણ કરશે. એક  રિપોર્ટ અનુસાર, એર ઈન્ડિયા અને એર કેનેડા બંને દેશ વચ્ચે સીધી ફ્લાઈટ ઉડશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security