Thursday, May 14, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateમુંબઈમા 1 મહિનો કલમ 144 લાગૂ થતા આ પ્રવૃતિઓ કરી શકશો નહી...

મુંબઈમા 1 મહિનો કલમ 144 લાગૂ થતા આ પ્રવૃતિઓ કરી શકશો નહી…

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં અચાનક કલમ 144 લાગૂ કરવાનું એલાન કર્યું છે. શહેરમા શાંતિ જાળવવા માટે અને સાર્વજનિક વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારની ખલેલ ન પહોંચ તેના માટે મુંબઈ પોલીસે 4 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધી શહેરમાં કલમ 144 લાગૂ કરી દીધી છે. આ દરમિયાન પાંચ અથવા તેનાથી વધારે લોકો એક સાથે એક જગ્યા પર એકઠા થઈ શકશે નહીં.
મુંબઈ પોલીસ દ્વારા તાજેતરમાં જાહેર કરેલા આદેશ મુજબ, 4 ડિસેમ્બર 2022થી 2 જાન્યુઆરી 2023 સુધી શહેરમાં હથિયારો, ફાયર આર્મ્સ, તલવારો અને અન્ય હથિયારો પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. એટલું જ નહીં આ દરમિયાન જાહેર જગ્યા પર નારા, પ્રદર્શન અને ગીત સાથે પ્રદર્શન કરવા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
આટલા પ્રતિબંધો લાગૂ થશે
• લાઉડસ્પીકર, વાદ્ય યંત્ર અને બેન્ડવાજા અને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ.

• તમામ પ્રકારના વિવાહ સમારંભ, અંતિમ સંસ્કાર સભાઓ, કબ્રસ્તાનોના રસ્તા પર જૂલૂસ, કંપનીઓ, ક્લબ, સહકારી સમિતિઓ અને અન્ય સંઘોના મોટા પાયે થતી બેઠકો પર રોક.

• સરકારી અથવા અર્ધ સરકારી કાર્ય કરનારા સરકારી કાર્યાલયો, કોર્ટ અને સ્થાનિક નિગમની આસપાસ 5 અથવા તેનાથી વધારે લોકો એકઠા થઈ શકશે નહીં.

• ક્લબ-થિયેટર અથવા સાર્વજનિક મનોરંજનની જગ્યાની આસપાસ અથવા કોઈ પણ સ્થાન પર મોટા પાયે લોકોને એકઠા થવા પર રોક, નાટકો અથવા કાર્યક્રમો, કૃત્યોને જોવાના ઉદ્દેશ્યથી એકઠા થવા પર રોક.

• કોર્ટ અને સરકારી કાર્યાલયોની આસપાસ અને સરકારી અથવા અર્ધ સરકારી કાર્યવાળા એકમોની લોકો એકઠા થઈ શકશે નહીં.

• શૈક્ષણિક ગતિવિધિઓ માટે સ્કૂલ, કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં બેઠકો કરવા પર પ્રતિબંધ લાગેલો રહેશે.

• કારખાનાના સામાન્ય વ્યવસાય માટે બેઠક પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે.

• દુકાનો તથા પ્રતિષ્ઠાનો અથવા વ્યવસાય સાથે જોડાયેલી બેઠકો અને સભાઓ તથા જૂલૂસોના પ્રદર્શન પણ પ્રતિબંધ લગાવી દીધો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security