મદ્રાસ હાઈકોર્ટે જણાવ્યુ કે ધર્મ અંતર્ગત લગ્નનો સમારંભ થવો જ જોઈએ મેરેજ સેરેમની વિના લગ્ન અયોગ્ય ગણાશે….
લગ્ન અંગે મદ્રાસ હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો હતો જે અંગે વિગતે જોતા મદ્રાસ હાઈકોર્ટે મેરેજ સર્ટિફિકેટને લઈને ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું છે કે મેરેજ સેરેમની વિના લગ્ન અમાન્ય ગણાશે. એટલે કે મેરેજ સેરેમની નહી થાય તો, મેરેજ રજિસ્ટ્રેશન અને સર્ટિફિકેટ બંનેનુ મહત્વ નહી રહે. તેને અયોગ્ય માનવામાં આવશે. વિવિઘ ધર્મ અંતર્ગત મેરેજ સેરેમની કરવી જરૂરી છે તેમ જણાવતા જસ્ટિસ આર વિજયકુમારે કહ્યું કે દંપતી માટે લગ્ન સમારંભ અને ધાર્મિક વિધિઓ કરવી ફરજિયાત રહેશે જે તેમના ધર્મને લાગુ પડે છે. આ પછી કાયદા અનુસાર તમિલનાડુ મેરેજ રજિસ્ટ્રેશન એક્ટ 2009 હેઠળ રજિસ્ટ્રેશન કરવામાં આવશે.આ સાથે કોર્ટે કહ્યું કે, જે અધિકારી મેરેજ રજિસ્ટ્રેશન કરાવશે તેઓએ આ અંગેની તપાસ કરવી પડશે કે યુગલ પરિણીત છે કે નહીં. ત્યારબાદ જ રજિસ્ટ્રેશન યોગ્ય ગણવામાં આવશે. વર્ષ 2015માં પિતરાઈ ભાઈ જોડે બળજબરીથી લગ્ન થયા હતા જે અંગે કોર્ટે 2015ના એક કેસની સુનાવણી કરી રહી હતી. આ અરજી એક મુસ્લિમ મહિલા દ્વારા દાખલ કરવામાં આવી હતી. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે તેનો પિતરાઈ ભાઈ બહાનું કરીને કોલેજમાંથી લઈ આવ્યો હતો. આ પછી મહિલાને ધમકી આપી હતી કે જો લગ્ન કરે તો તેના માતા-પિતાને મારી નાખશે.આ બાબત અંગે મદ્રાસ હાઈકોર્ટે ખુબ મહત્વનો ચુકાદો આપી મેરેજ સેરેમની ને અનિવાર્ય ગણી હતી.




