Thursday, May 14, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateમહેબૂબા મુફ્તીને સરકારી બંગલો ખાલી કરવાનો આદેશ અપાતા રાજકિય ગરમાવો...

મહેબૂબા મુફ્તીને સરકારી બંગલો ખાલી કરવાનો આદેશ અપાતા રાજકિય ગરમાવો…

Published By : Aarti Machhi

જમ્મુ-કાશ્મીર : પૂર્વ CM મેહબૂબા મુફ્તીએ જણાવ્યુ કે મારી પાસે હાલ કોઈ જગ્યા નથી કે જ્યાં હું રહી શકું આ સમગ્ર પ્રકરણ અંગે જોતા પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)ની પ્રમુખ મહેબૂબા મુફ્તીને સરકારી બંગલો ખાલી કરવાની નોટિસ મોકલવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ‘મને ગુપકાર રોડ પર બનેલા ફેયરવ્યુ રેસિડન્સીને ખાલી કરવાની નોટિસ મોકલવામાં આવી છે. આ કોઈ ચોંકાવનારી વાત નથી.’ જોકે રિપોર્ટ્સમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે તેમને વૈકલ્પિક બંગલો આપવામાં આવી શકે છે.

નોટિસની વાત સામ આવતા જ મહબૂબા મુફ્તીએ કહ્યું હતુ કે ‘મારી પાસે એવી કોઈ જગ્યા નથી કે જ્યાં હું રહી શકુ. એટલે મારે નિર્ણય લેતા પહેલા એડવોકેટની ટીમની સલાહ લેવી પડશે.’ તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે આ બંગલો જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી માટે છે, પરંતુ એવું છે નહિ, કારણ કે તેમના પિતાને CM પદથી હટાવ્યા પછી પણ આ બંગલો આપવામાં આવ્યો હતો.મહેબૂબા વર્ષ 2005થી આ બંગલામાં રહે છે

મહેબૂબાએ કહ્યું હતુ કે આ બંગલો તેમના પિતા મુફ્તી મોહમ્મદ સઈદને ડિસેમ્બર 2005માં જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા, ત્યારે આપવામાં આવ્યો હતો. મોટાભાગના હાઈપ્રોફાઈલ રાજકારણીઓ, અધિકારીઓ, પોલીસ અને ગુપ્તચર અધિકારીઓ ગુપકર રોડ પરના આ વૈભવી ફેરવ્યુ રેસિડન્સીની આસપાસ રહે છે. મહેબૂબાને આ બંગલામાં ઘણી વખત નજરકેદ કરવામાં આવ્યાં છે.ફેરવ્યુ રેસિડેન્સ અગાઉ ટૉર્ચર હાઉસ હતું. 1989 સુધી આ બંગલાનો ઉપયોગ સત્તાવાર ગેસ્ટ હાઉસ તરીકે થતો હતો. બાદમાં 1990માં સુરક્ષા દળોએ તેનો કબજો મેળવી લીધો હતો. કેમ્પસના નવા હેતુને ગુપ્ત રાખવા માટે તેને પાપા-2 નામ આપવામાં આવ્યું હતું. તે 1996 સુધી ઈન્ટ્રોગેશન અને ટૉર્ચર હાઉસ હતુ. જૉકે વર્ષ 1996માં જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય સચિવ અશોક જેટલીએ અહીં રહેવાનુ શરૂ કર્યું હતું. 2003માં રિનોવેશન બાદ તત્કાલીન નાણામંત્રી મુઝફ્ફર હુસૈન બેગ અહીં રહેવા આવ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી મુફ્તી મોહમ્મદ સઈદ અને તેમની પુત્રી મહેબૂબા મુફ્તીનો પરિવાર 2005થી અહીં રહે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security