Friday, May 15, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateયહ આગ કબ બુઝેગી…સદીઓથી અંધ શ્રધ્ધાની અંધારીગુફામાં અટવાતા દેશની શાળામાં…હજી પણ અંધશ્રધ્ધાની...

યહ આગ કબ બુઝેગી…સદીઓથી અંધ શ્રધ્ધાની અંધારીગુફામાં અટવાતા દેશની શાળામાં…હજી પણ અંધશ્રધ્ધાની પાઠશાળા…?

Published by : Rana Kajal

પ્રાચીન ભારત દેશમા ઘણી બધી ઉપલબ્ધિઓ રહી હતી જેમકે યોગ સાધના, શૂન્યની શોધ, અને સાથેજ આધ્યાત્મિક વિકાસ દ્વારા શાંતીની શોધ પરંતું સાથે સાથે દોરા, ધાગા અને અંધશ્રધ્ધામા માનનાર લોકો પણ ખૂબ મોટી સંખ્યામા હતા. ત્યારે અંધ શ્રધ્ધા સામે ઘણી ચળવળો થયા બાદ પણ આજે ઍક ગાંધી વિચાર સરણી પર આધારિત ઍવી ઍક શાળામા અંધશ્રદ્ધાના પાઠ શીખવાડવામાં આવે ત્યારે એમજ કહી શકાય કે…..યહ આગ કબ બૂઝેગી….?વાત છે બારડોલી નજીકની એક આશ્રમ શાળાની જ્યાની એક વિદ્યાર્થિની બીમાર થઇ તો ભૂવાને બોલાવી 140 છાત્રાઓની વિધિ કરાવી હતી.

બારડોલી તાલુકાના મઢી ગામની આશ્રમ શાળા વાત્સલ્યધામની આ ઘટનાના પગલે સૌ ચોકી ઉઠ્યા હતા.રાજ્યની શાળાઓમાં અંધશ્રધ્ધાના નિમૂર્લનના પાઠ ભણાવવાના હોય છે પરંતુ સુરતના બારડોલી તાલુકાના મઢી ગામની એક શાળામાં અંધશ્રદ્ધામાં બંધાઇ ગઇ હતી. એમ પણ કહી શકાય અંધશ્રધ્ધામા ભટકી ગઇ હતી તેથીજ ભૂવા દ્વારા તમામ વિદ્યાર્થીનીઓ પર વિધિ કરાઇ હોવાની ઘટનાથી ચકચાર ફેલાઇ ગઇ છે. આશ્રમશાળામાં ધો. 9 થી 12ની લગભગ 140 જેટલી વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે અને પ્રાંગણમાં આવેલી આશ્રમ શાળામાં રહે છે જેમાની એક વિદ્યાર્થિની બીમાર થઇ તો ભૂવાને બોલાવી 140 છાત્રાઓની વિધિ કરાવી હતી..આ બનાવની વધુ વિગત જોતા શાળાની એક વિદ્યાર્થીની રાત્રે અચાનક બૂમો પાડી ધમાલ કરવા લાગી હતી. તેથી તેની સાથે રહેતી અન્ય વિદ્યાર્થિનીઓ આ બિહામણું દ્રશ્ય જોઇ ડરી ગઇ હતી. આશ્રમની ગૃહમાતાને મામલાની જાણ થતા આવ્યા હતા. તેઓ પીડિતાને સારવાર માટે દવાખાને લઇ જવાને બદલે નજીકના ગામમાંથી એક ભૂવા ભગતને બોલાવી રાત્રે બનેલી બીના સંભળાવી હતી. ભૂવાએ વિદ્યાર્થિનીની પીછી નાખી વિધિ કરી દોરા બાંધ્યા ભગતે કહ્યુ કે વિદ્યાર્થિનીને ભૂતનો પડછાયો છે. જેથી તેની પીંછી નાંખી વિધિ કરવી પડશે. ત્યારબાદ તે વિદ્યાર્થિનીની પીછી નાખી વિધિ કરી દોરા બાંધ્યા હતાં. તેની સાથે સાથે ત્યાં રહેતી તમામ વિદ્યાર્થિનીને પીછી નાંખી હતી, અને હાથે લાલ દોરા બંધાવ્યા હતાં.આ ધટનાના ગંભીર પાસા એ પણ છે કે વાત્સલ્યધામ નામની આશ્રમ શાળાની સ્થાપનાનો ઍક ધ્યેય એ પણ હતો અને છે કે સમાજ માથી અંધ શ્રધ્ધા દૂર થાય… હવે જો અન્ય દવાથી વિદ્યાર્થીનીને સારું થાય તો પણ 140 વિદ્યાર્થીનીઓ સમાજમાં એવોજ મેસેજ આપે કે ભૂવાની વિધી થી બીમારી દૂર થઈ ગઇ… આવી શાળાઓ દ્વારા ફેલાતી અંધ શ્રધ્ધાની આગ કયારે ઓલવાશે…?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security