Home News Update Health સંસ્કાર સિંચન…ગર્ભસ્થ મહિલાઓને ગીતા તેમજ રામાયણ વાંચવા પ્રોત્સાહન આપવામાં આવશે..

સંસ્કાર સિંચન…ગર્ભસ્થ મહિલાઓને ગીતા તેમજ રામાયણ વાંચવા પ્રોત્સાહન આપવામાં આવશે..

0
Pregnant woman with dark hair, future mom hugging belly with arms. Vector illustration.

Published By:-Bhavika Sasiya

ભારતીય સંસ્કૃતિના જતન માટે અને સંતાનમાં સંસ્કાર સિંચન થાય તે માટે ગર્ભસ્થ મહિલાઓને ગીતા અને રામાયણના વાંચન માટે પ્રોત્સાહન આપવામાં આવશે. ગર્ભ ચાર મહિનાનો થાય ત્યારથીજ તે શ્રવણ કરી શકે છે.તેથી ગર્ભસ્થ મહિલાઓ માટે ધાર્મિક વાંચન ખુબ ઉપયોગી નીવડે છે.

RSS ની મહિલા પાંખ રાષ્ટ્ર સેવિકા સંઘ તેમજ સંવર્ધીની ન્યાસ સાથે સંકળાયેલા ડોકટરો દ્વારા આ કાર્યક્રમનો અમલ કરવામાં આવશે. સાથેજ યોગની તાલીમ પણ આપવામાં આવશે કે જેથી સામાન્ય પ્રસુતિ થઈ શકે. ગર્ભ ધારણ થી લઈને બાળક બે વર્ષનું થાય ત્યાં સુધી તબક્કાવાર વિવિઘ કાર્યકમો સંસ્કાર સિંચન અંગે તૈયાર કરવામાં આવ્યા છે.

આ કોન્સેપ્ટ નવો નથી પરંતું વર્ષોથી એમ માનવામાં આવે છે કે સંતાનને કેટલાક સંસ્કાર ગર્ભ અવસ્થામાંથીજ મળે છે.આ ભારતીય પરંપરાને આગળ ધપાવવા માટે ગર્ભસ્થ મહિલાઓ માટે ગીતા અને રામાયણ વાચવા પ્રોત્સાહન આપવામાં આવશે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version