Saturday, May 16, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateCrimeસમગ્ર ગુજરાત રાજ્ય અને ખાસ કરીને પોલિસ બેડાને હચમચાવતા હનીટ્રેપ પ્રકરણ અંગે...

સમગ્ર ગુજરાત રાજ્ય અને ખાસ કરીને પોલિસ બેડાને હચમચાવતા હનીટ્રેપ પ્રકરણ અંગે સ્ફોટક પર્દાફાશ…..

  • હું રાજપૂતની દીકરી છું… હનીટ્રેપ પ્રકરણ સાથે કોઇ લેવાદેવા નથી…. હુ નિર્દોષ છું… માનહાનીનો દાવો થી માંડીને તમામ ક્ષેત્રે લડત આપીશ…..

સમગ્ર ગુજરાત રાજયના પોલીસ બેડાને હચમચાવી મુકનાર હનિટ્રેપ પ્રકરણમાં જે યુવતીનુ નામ ઉછળ્યું તે યુવતીએ તમામ બાબતે સ્પષ્ટતા કરી આ પ્રકરણમાં જે રીતે તેને બદનામ કરવામા આવી તે અંગે લડત આપવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો…

આખા ગુજરાતના પોલીસબેડામાં ગાંધીનગરની કરાઈ એકેડમીમાં ઘોડેસવારી શીખવા આવતી એક યુવતીએ હનીટ્રેપ કર્યું એ બાબત વાયુવેગે પ્રસરી ગઈ હતી . પછી તો અફવાને ક્યાં પાંખો હોય છે તેમ પહેલા 4 અને પછી 6 IPS અધિકારીના મોહપાશમાં ફસાવાની વાત ઉછળી. વાત ત્યાં સુધી વધી ગઈ કે ઉચ્ચ સ્તરીય તપાસના પણ અહેવાલો આવવા લાગ્યા. પરંતુ આ બધા વચ્ચે સોશિયલ મીડિયામાં એક યુવતીની તસવીરો અને વિડિયો ‘હનીટ્રેપગર્લ’ના નામે વાઈરલ થવા લાગ્યા. જે યુવતીનું આ સમગ્ર પ્રકરણમાં નામ અને ચહેરો ઉછાળાયો હતો તેણે ખૂબ હિંમત બતાવી હકીકત જાહેર કરી છે અને પોતાના માટે ન્યાયની પણ માગણી કરી હતી.

આ યુવતીએ જણાવ્યુ હતું કે તેને કરાઈ એકેડમીમાં બોલાવીને તેની પૂછપરછ સુજાતા મેડમે કરી હતી.
વધુમાં તેણે એમ પણ જણાવ્યું કે હું ગુજરાતની જ રહેવાસી છું અને મારું નામ ખ્વાહિશ રાણા છે. હું નડિયાદ સિટી, જિલ્લો ખેડામાં રહું છું. હનીટ્રેપમાં મારું નામ કેમ આવ્યું ખબર નથી. કોઈ અસામાજિક તત્ત્વોએ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ટવીટર પરથી મારો ફોટો સ્ક્રીનશોટ દ્વારા લઈને વાઈરલ કર્યો છે. IPS સાથે હનીટ્રેપ પ્રકરણમાં મારે કોઈ લેવાદેવા જ નથી. આનું કારણ એ છે કે પોલીસ ડિપાર્ટમેન્ટમાં IPSને ફોલો કરવું કે મોટિવેશનવાળો વિડિયો મૂકવો એ ગુનો તો નથી. મને નાનપણથી જ ઘોડેસવારીનો શોખ છે અને હું કરું છું. હું ફેસબુક-ઈન્સ્ટાગ્રામમાં થઈને 1000 પોલીસ અધિકારીઓને ફોલો કરું છું. તેમના વિડિયો પણ અપલોડ કરું છું. બર્થડે પણ વિશ કરું છું અને તેમના મોટિવેશનવાળા વિડિયો હોય તો સ્ટેટસમાં મૂકું છું.

ખ્વાહિશ વધુમા જણાવે છે કે ઘોડેસવારીનું એવું છે કે, મને તો નાનપણથી ઘોડેસવારીનો શોખ છે. અમે ઘોડેસવારીમાં એક વખત ગાંધીનગર ગયા હતા. સોશિયલ મીડિયાથી પોલીસ ડિપાર્ટમેન્ટથી કનેક્ટેડ એક કર્મચારી હોય તેમની પરમિશન લઈને અમે ફોટા ક્લિક કર્યા હતા. કરાઈમાં ઘોડા પાસે ક્લિક કર્યો હતો કારણ કે મને શોખ છે. એટલા માટે ક્લિક કરીને અમે ત્યાંથી નિકળી ગયા હતા. તેણે વધુમાં એમ પણ જણાવ્યું કે આ બધો વિવાદ મારી સાથે કેમ થયો તે વાત કરું તો બધાએ ઈન્સ્ટામાંથી ફોટા લઈને આ કર્યું છે. પણ આખી વાત અફવા છે. મારે કોઈ IPS ઓફિસરો સાથે લેવાદેવા જ નથી. મને અસામાજિક તત્વોએ આ રીતે ષડયંત્ર કરીને ઈન્વોલ્વ કરી છે. IPS ઓફિસર અને પોલીસ ડિપાર્ટમેન્ટને બદનામ કરવાનું આ ષડયંત્ર છે.

ખ્વાહિશ મકકતા સાથે જણાવે છે કે અમે રાજપૂત સમાજમાંથી આવીએ છીએ. હું ગુજરાતની દિકરી છું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બધાને બેન કહે છે તો બેનને ન્યાય મળવો જોઈએ.. હું ખોટી બદનામ થઈ રહી છું અને આ એક લાંછન કહેવાય પોલીસ ડિપાર્ટમેન્ટ પર પણ એક લાંછન કહેવાય.તેણે એમ પણ જણાવ્યું કે હનીટ્રેપ પ્રકરણ બાદ બધાનું વર્તન બદલાઈ ગયું છે. અમારા ફળિયાની વાત કરું તો અહીં પણ બધા લોકો અમને ઘૃણાની નજરથી જુએ છે. આ તો પેલી છોકરી છે જેનું પેલા IPS ઓફિસરો સાથે નામ ઉછળ્યું છે.. કે 6 IPS ઓફિસરોનું મેં હનીટ્રેપ કર્યું છે. જ્યારે ખરેખર તો આવું કશું છે જ નહીં. કોઈ પણ IPS ઓફિસર કે પોલીસ અધિકારીને હું ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકના માધ્યમથી જ ઓળખું છું. ક્યારેય કોઈ પોલીસ કે IPSઅધિકારીને હું ના લાઈવ મળી છું કે કે નથી ટેલિફોનિક વાત કરી કે બીજું કશું નથી. આ એક અફવા છે.

પરંતુ હવે ખ્વાહિશ ખુબ આક્રોશ સાથે લોકોને સબક શીખવાડવાના મૂડમાં હોય તેમ જણાવે છે કે હું કોર્ટ સુધી જઈશ અને જરુર પડશે તો હર્ષ સંઘવી સુધી જઈશ. કેમકે મારે આનાથી કોઈ કનેક્શન જ નથી અને ખોટી રીતે મને બદનામ કરાઈ છે. ખોટી રીતે મારું નામ આમાં ઉછળી રહ્યું છે સોશિયલ મીડિયામાં. અને એક પોસ્ટના લીધે હું બદનામ થઈ ગઈ છું સોશિયલ મીડિયામાં. તો મને ન્યાય મળવો જોઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security