- ટિકિટ મળે તો ચૂંટણી લડવી કોને ના ગમે જો મને ટિકિટ પાર્ટી આપે તો હું પણ લડું…
ટિકિટ મળે તો ચૂંટણી લડવાની ઈચ્છા કોની ન હોય એ નિવેદન ભાજપના 6 ટર્મથી ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નિખાલસ અને હસતા ચેહરે આપ્યું છે.
ભરૂચ જિલ્લા વિધાનસભાની બે બેઠકોના સંભવિત ઉમેદવારોની યાદી વાયરલ થઇ ફરતી થવા અંગે સાંસદે પોતાની પ્રતિક્રિયા આપી હતી. જેમાં મીડિયા સમક્ષ સાંસદ મનસુખ વસાવાએ નિખાલસ અને હસતા હસતા પોતે પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી દીધી હતી.
સાંસદે કહ્યું હતું કે ચૂંટણી લડવી કોને ના ગમે. જો પાર્ટી મને ટિકિટ આપે તો મારે પણ મારી કર્મભૂમિ રાજપીપળા (નાંદોદ) થી ચૂંટણી લડવી છે. ચૂંટણી લડવાની ઈચ્છા તો બધાની હોય છે પણ પાર્ટીનો આદેશ માનવો પડે છે તેમ કહી સાંસદે પોતાનું નિવેદન પૂર્ણ કરી અનેક સવાલો હાલના ચૂંટણી માહોલ વચ્ચે ઉપસ્થિત કરી દીધા હતા.




