સુરત કોર્ટ દ્વારા માદક પદાર્થોના પકડાયેલા આરોપીઓ ઉપર લાલ આંખ કરી છે. સુરતમાં ગત 4 નવેમ્બર 1017ના રોજ ઉધના રેલવે પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ટ્રેન નંબર 12843 પૂરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન પ્લેટફોર્મ નંબર-2 ઉપર ઉભી હતી. ત્યારે ઉધના રેલ્વય પોલીસ દ્વારા ટ્રેઈનના જનરલ ડબ્બામાં એકાએક ચેકિંગ હાથ ધરી હતી ત્યારે પોલીસને આરોપી પ્રસન્ન કાલુ બેહરા ઉપર શંકા જતા તેની બેગ ચેક કરી હતી. અને આ બેગમાંથી પોલીસે કુલ રૂપિયા 3.36 લાખના ગાંજો મળી આવ્યો હતો. ગાંજો મળી આવતા જ પોલીસે આરોપીની ત્યાંથી જ ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે આ મામલે નામદાર કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી. ચાર્જશીટ ફાઈલ કર્યા બાદ નામદાર કોર્ટમાં કેસ ચાલ્યો હતો. કોર્ટમાં બંને પક્ષની દલીલો સાંભળી આરોપી પ્રસન્ન કાલુ બેહરાને ધોષી કરાર ઠરાવ્યો હતો. નામદાર કોર્ટ દ્વારા સમગ્ર પુરાવાઓ જોઈ આરોપીને 11 વર્ષનો જૈલવનવાસ અને 1 લાખ 25 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. તે ઉપરાંત દંડ નહીં ભરે તો વધુ 18 માસની સજા ભોગવવી પડશે.
(ઈનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત)




