Home BOLLYWOOD સુહાનાખાન અગત્સ્યનંદા કરી રહ્યા છે ડેટ?

સુહાનાખાન અગત્સ્યનંદા કરી રહ્યા છે ડેટ?

0

Published by :Vanshika Gor

શાહરુખ ખાનની દીકરી, એક્ટ્રેસ સુહાના ખાન જલ્દી બોલિવૂડમાં પોતાની સફરની શરુઆત કરવા જઈ રહી છે. જણાવી દઈએ કે નવી ખબરો અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ એક્ટ્રેસ અમિતાભ બચ્ચનના પૌત્ર અને કો-સ્ટાર અગત્સ્ય નંદાને ડેટ કરી રહી છે. આ ફોટોથી ફેન્સે લગાવ્યો અંદાજ.


સુહાના ખાનની ફિલ્મની પણ ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સુહાના જલ્દી ઝોયા અખ્તરની ફિલ્મ ‘ધ આર્ચીઝ (The Archies)’થી ડેબ્યૂ કરવાની છે. આ ફિલ્મના તમામ કાસ્ટ મેમ્બર્સમાં સુહાના ખાન સાથે બીજા પણ બે સ્ટારકિડ્સ સામેલ છે. શ્રીદેવીની દીકરી અને જાહ્નવી કપૂરની નાની બહેન ખુશી કપૂર તેમજ શ્વેતા નંદાનો દીકરો પણ આ ફિલ્મની મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. મળતી ખબરો અનુસાર શાહરુખ ખાનની દીકરી અને અમિતાભ બચ્ચનનો પૌત્ર રિલેશનશિપમાં છે. હાલમાં સામે આવેલી તસવીરો ફેન્સના દિમાગમાં આ વાત નાખી રહ્યા છે.

સુહાના-અગત્સ્યની આ વાતથી ફેન્સે આવ્યો આ અંદાજ!

જો તમે પણ એવું વિચારી રહ્યા છો કે આખરે આ ખબર ક્યાંથી સામે આવી છે, તો તમને જણાવી દઈએ કે સુહાના અને અગત્સ્યને ઘણીવાર એકસાથે જોવામાં આવ્યા હતાં, ઘણી પાર્ટીઓમાં એકસાથે ડાન્સ કરતા જોવા મળ્યા છે. હાલમાં જ, ક્રિસમસ પર કપૂર ખાનદાનના એન્યુઅલ ક્રિસમસ લંચ પર સુહાના અને અગત્સ્ય એકસાથે પહોંચ્યા હતા અને બંને એક જ રંગના કપડાં પહેરીને ટ્વિન કરી રહ્યા હતાં. આ ફોટો પરથી ફેન્સે અંદાજો લગાવ્યો કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. જણાવી દઈએ કે બંનેમાંથી કોઈએ આ સંબંધ વિશે પુષ્ટિ કરી નથી અને ના આ સંબંધને નકાર્યો છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version