Home Bharuch હાંસોટમાં ભરૂચ જિલ્લાકક્ષાના 78માં સ્વાતંત્ર્ય પર્વની આન, બાન અને શાનથી ઉજવણી

હાંસોટમાં ભરૂચ જિલ્લાકક્ષાના 78માં સ્વાતંત્ર્ય પર્વની આન, બાન અને શાનથી ઉજવણી

0
  • વિકાસની અનમોલ શક્યાતાઓ અને ક્ષમતાઓને કારણે બે દાયકામાં ગુજરાતનું ગ્રોથ એન્જીન ભરૂચ બનશે કહ્યું જિલ્લા કલેકટરે
  • જિલ્લામાં વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર અને પ્રશંસનિય કામગીરી કરનારા વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન કરાયું

Published By : Aarti Machhi

હાંસોટના યશવંતરાય જીન કંપાઉન્ડથી જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાની ઉપસ્થિતિમાં જિલ્લાકક્ષાના ઘ્વજવંદન સમારોહની આન-બાન-શાન સાથે ઉજવણી કરાઈ

ભરુચ જિલ્લા કક્ષાના હાંસોટમાં ધ્વજ વંદનમાં પોલીસ દળના જવાનોની રાષ્ટ્રગીતની સૂરાવલીઓ વચ્ચે કલેક્ટરે રાષ્ટ્રધ્વજને સલામી આપી પરેડનું નિરિક્ષણ કર્યું. જેમાં જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશી અને જિલ્લા પોલીસવડા મયુર ચાવડા જોડાયા હતા.જિલ્લા કલેકટરે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. સ્વતંત્ર સંગ્રામમાં દેશ માટે આહૂતિ આપનાર તમામ વીરોને યાદ કર્યાં.આવતા બે દાયકામાં ગુજરાતનું ગ્રોથ એન્જીન ભરૂચ બનશે તેમ ભારપૂર્વક જિલ્લા સમાહર્તાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ધ્વજવંદન બાદ શાળાના બાળકોએ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અંતર્ગત ગરબા, ગીત, યોગ કરતબનું નિદર્શન અને પ્રસ્તુતિ રજૂ કરી.જિલ્લામાં વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર સિધ્ધી મેળનાર શ્રેષ્ઠીઓ તેમજ શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓનું પણ સન્માન તથા અભિવાદન કરાયું.હાંસોટ તાલુકા વિસ્તારના વિકાસ માટે 25 લાખનો ચેક ક્લેક્ટરે જિલ્લા આયોજન અઘિકારીને અર્પણ કર્યો.

કાર્યક્રમને અંતે મહાનુભાવોએ પટાંગણમાં વૃક્ષારોપણ કર્યું.સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા, ધારાસભ્યો ઈશ્વરસિંહ પટેલ, રમેશ મિસ્ત્રી, અરૂણસિંહ રણા, રિતેશ વસાવા, ડી. કે. સ્વામી, નિવાસી અધિક કલેકટર એન. આર. ધાંધલ, હાંસોટના સરપંચ, તાલુકા અને જિલ્લાના પધાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version