- પાલિકાના દવાખાને ગાયનેકોલોજિસ્ટ તબીબ સહીત જેનેરિક દવાના સ્ટોર તે માટે ઠરાવ કરાયો
- પ્રજાલક્ષી કામોમાં વિપક્ષે શાસક પક્ષને આપ્યો સાથ સહકાર
અંકલેશ્વર નગર પાલિકાના આજરોજ મળેલ સામાન્ય સભામાં વિકાસલક્ષી એજન્ડા ઉપરના ૬૬થી વધુ કામો સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા હતા
અંકલેશ્વર નગર પાલિકા સભાખંડ ખાતે પાલિકા પ્રમુખ વિનય વસાવાની અધ્યક્ષતામાં સામાન્ય સભા મળી હતી જેમાં એજન્ડા ઉપરથી ૬૬ અને પ્રમુખ સ્થાનેથી ત્રણ સહિતના વિકાસલક્ષી કામો રજુ કરવામાં આવ્યા હતા આ તમામ વિકાસ લક્ષી કામોનું સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા હતા જયારે વિકાસ કામો માટે વ્યવસાય વેરાની ૩.૮૯ કરોડની ગ્રાન્ટ આવી છે તેમાંથી આગામી દિવસમાં અંકલેશ્વરની હદમાં કામગીરી હાથ ધરાશે સાથે ૪૫-૪૫ વોર્ડ વાઈઝ ફાળવેલ કામોની નોંધ લેવામાં આવી હતી તો વળતર યોજના અંતર્ગત પત્રની નોંધ સહીત ૩૧-૩-૨૩ સુધી વેરામાં ૧૦૦ ટકા વેરા માફી યોજનામાં નોટીસ માફી નોંધ લેવામાં આવી હોવા સાથે નગર પાલિકાના સરકારી દવાખાને ગાયનેકોલોજિસ્ટ તબીબ તેમજ જેનેરિક સ્ટોર માટે જગ્યા ફાળવવા ઠરાવ કરવામાં આવ્યો હતો તો બીજી તરફ વિપક્ષના નેતા જહાંગીર પઠાણ,રફીક ઝઘડિયાવાલા તેમજ બખ્તિયાર પટેલે પ્રજાલક્ષી કામોમાં માટે શાસક પક્ષને સહકાર આપ્યો હતો આ સામાન્ય સભામાં કારોબારી ચેરમેન સંદીપ પટેલ,અંકલેશ્વર નગરપાલિકાના મુખ્ય અધિકારી કેશવ કોલડીયા અને નગર સેવકો ઉપસ્થિત રહ્યા હતા.





