વિરાટ કોહલીની પત્ની અને એક્ટ્રેસ અનુષ્કા શર્માએ સ્પોર્ટ્સ બ્રાન્ડ કંપની પૂમા વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. અનુભવી બેટ્સમેને વિરાટ કોહલીએ કહ્યું- આ મામલો સોલ્વ કરો.
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને લઈ ને ઘણા વિવાદો થયા છે અને ફરી એકવાર કંઈક આવો જ મામલો સામે આવ્યો છે. વિરાટની પત્ની અને એક્ટ્રેસ અનુષ્કા શર્માએ સ્પોર્ટ્સ બ્રાન્ડ પૂમા વિરુદ્ધ એક સ્ટોરી પોસ્ટ કરી છે. અનુષ્કાનો દાવો છે કે પૂમાએ તેની પરમિશન વગર તેના ફોટાનો ઉપયોગ કર્યો છે. નારાજગી વ્યક્ત કરતા અનુષ્કાએ કહ્યું છે કે કંપની જલ્દીથી ફોટા હટાવી દે. તમને જણાવી દઈએ કે અનુષ્કા શર્મા જે પૂમા કંપની પર આકરા પ્રહારો કરી રહી છે, તેના પતિ વિરાટ તે કંપનીનો બ્રાન્ડ એમ્બેસેડર છે. વિરાટે પૂમા ઈન્ડિયાને પણ આ મામલો સોલ્વ કરવા કહ્યું છે. હાલમાં વિરાટ કોહલી બાંગ્લાદેશમાં છે જ્યાં તેને 22 ડિસેમ્બરથી છેલ્લી અને બીજી ટેસ્ટ મેચ રમવાની છે.
વિરાટ કોહલીએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર અનુષ્કા શર્માની સ્ટોરીનો સ્ક્રીનશોટ મૂક્યો અને લખ્યું કે પૂમા ઈન્ડિયાએ આ મામલો સોલ્વ કરવો જોઈએ. આ પહેલા અનુષ્કા શર્માએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પૂમા ઈન્ડિયાને ટેગ કર્યું હતું અને લખ્યું હતું કે, ‘તમે કોઈ પણ બ્રાન્ડની પબ્લિસિટી માટે પરમિશન વગર મારા ફોટાનો ઉપયોગ કરી શકતા નથી, કારણ કે હું તમારી કંપનીની બ્રાન્ડ એમ્બેસેડર નથી. કૃપા કરીને તેને દૂર કરો.
અનુષ્કા પાસેથી લેવામાં આવી ન હતી પરમિશન!
પૂમા ઈન્ડિયા પર આરોપ છે કે સીઝન સેલ માટે અનુષ્કાના ફોટો પરમિશન વગર ઉપયોગ કર્યો છે. આ વાતથી અનુષ્કા નારાજ છે. તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર કેટલાક લોકો માને છે કે આ કંપનીની માર્કેટિંગ સ્ટ્રેટેજી પણ હોઈ શકે છે. લોકો એવી અટકળો લગાવી રહ્યા છે કે જાણી જોઈને આ પ્રકારનો વિવાદ ઉભો કરવામાં આવ્યો છે.
પૂમાએ વિરાટ સાથે 110 કરોડની કરી ડીલ
તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી 2017થી પૂમા ઈન્ડિયાનો બ્રાન્ડ એમ્બેસેડર છે. આ ખેલાડીને પુમા ઈન્ડિયાએ 8 વર્ષ માટે 110 કરોડ રૂપિયામાં સાઈન કર્યો હતો. એટલે કે પૂમા ઈન્ડિયા દર વર્ષે વિરાટ કોહલીને 13.75 કરોડ આપશે. આ કરાર 2025માં પૂરો થશે. હવે જોવાનું રહેશે છે કે પૂમા ઈન્ડિયા અને અનુષ્કા વચ્ચેનો આ મામલો ક્યારે સોલ્વ થશે.