Published By : Parul Patel
- -ભરૂચ નગર પાલિકાના પ્રમુખ-ઉપ પ્રમુખના વોર્ડમાં વિકાસ હજી પહોંચ્યો નથી
- -કસક નવી નગરી વિસ્તારના ગુલબીનો ટેકરામાં અપૂરતી સુવિધાને લઇ સ્થાનિકો હેરાન પરેશાન
- -અનેક રજૂઆત કરવા છતાં કોઇપણ જાતના પગલા ભરવામાં નહિ આવ્યા હોવાના આક્ષેપ
ભરૂચ શહેરના કસક વિસ્તારમાં આવેલ નવી નગરી સ્થિત ગુલબીના ટેકરામાં પ્રાથમિક સુવિધાને અભાવે રહીશો નર્કમાં રહેવા મજબુર બન્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.
ભરૂચ શહેરમાં વિકાસની વાતો વચ્ચે નર્ક જેવા દ્રશ્યો જોવા મળ્યા છે. કસક વિસ્તારમાં આવેલ નવી નગરી સ્થિત ગુલબીના ટેકરામાં છેલ્લા ઘણા સમયથી સ્થાનિકો રોજગારી માટે વિસ્તારની બહાર નીકળી શકતા નથી.
જયારે સ્કુલે જવા માટે વિદ્યાર્થીઓ સાથે દર્દીઓ પણ હાલાકી વેઠી રહ્યા છે.તો વિસ્તારમાં બિસ્માર માર્ગને લઇ ફિલ્ટર પાણી લઈને આવતા ટેમ્પો કે એમ્બ્યુલન્સને આવવા માટે પણ રસ્તો નથી, તેવા આક્ષેપ સ્થાનિકોએ કર્યા છે આ અંગે વારંવાર પાલિકા કચેરી અને પ્રમુખ-ઉપ પ્રમુખને રજૂઆત કરવા છતાં ઓરમાયું વર્તન કરતા હોય તેવા પણ આક્ષેપ કરાયા છે. જયારે પ્રમુખ અમિત ચાવડા અને ઉપ પ્રમુખ નીનાબા યાદવ, આ જ વોર્ડમાંથી ચૂંટાયા હોવા છતાં કોઈ નક્કર પગલા લેવામાં સદ્દંત નિષ્ફળ રહ્યા હોવાની બુમો ઉઠી છે.ત્યારે આ વિસ્તારમાં આળસ ખંખેરી વહેલી તકે સ્થાનિકોને સુવિધા પૂરી પાડે તે અત્યંત જરૂરી છે.