Published by : Rana Kajal
- ‘સત્ય સામે આવી ગયું છે કોંગ્રેસ તો માત્ર ચાપલુસી અને પરિવારવાદમાં જ માને છે’ : ભાજપ
રાહુલ ગાંધીની ભારત- જોડો- યાત્રામાં પ્રવેશે તે પહેલાં જ કોંગ્રેસી નેતાઓની બયાનબાજી શરૂ થઈ ગઈ છે. રાહુલ ગાંધીને ભગવાન શ્રીરામ જેવા કહેનારા કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદે હવે પક્ષ-પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને પોતાના માનવાનો ઇનકાર કરી દીધો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, ખડગે માત્ર પાર્ટી ચલાવવા માટે જ છે. ગાંધી પરિવાર જ તેમના નેતા છે.
ખુર્શીદના આ વિધાનો ઉપર કટાક્ષ કરતા ભાજપે કહ્યું છે કે, ‘હવે સત્ય સામે આવ્યું છે કે શું ખડગે પક્ષપ્રમુખ થયા પછી પાર્ટીમાં કૈં સુધારો થયો છે ?’ ત્યારે તેમણે કહ્યું ‘અમારા નેતા તો માત્ર ગાંધી પરિવાર જ છે, અને રહેશે પણ ખરા. ખડગે તો પાર્ટી ચલાવવા માટે છે. પાર્ટી ચલાવવા માટે અમારે એક ફૂલટાઇમ નેતાની જરૂર હતી કે જે પાર્ટીના કામકાજ ઉપર ધ્યાન આપે.’
ભાજપના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ આક્રમણ કરતા કહ્યું : ‘સલમાન ખુર્શીદે કહ્યું છે કે મલ્લિકાર્જુન ખડગેને તો કોંગ્રેસ પ્રમુખ તરીકે માત્ર કામ કરવા ચૂંટવામાં આવ્યા છે. અસલી નેતા તો ગાંધી પરિવાર છે આથી સ્પષ્ટ થાય છે કે ખડગે પક્ષનો ચહેરો નથી પરંતુ મુખૌટા (માસ્ક) છે અને કોંગ્રેસ પોતાના નેતાઓને દગો આપે છે.’




