ન્યુયોર્ક
અમેરીકામાં અત્યંત રસપ્રદ સર્વે કરવામાં આવ્યો જેમાં
67% લોકો બાઈડેન, 57% ટ્રમ્પને ફરી રાષ્ટ્રપતિ બનાવવા ઈચ્છતા નથી તાજેતરમાં અમેરિકામાં તાં 8 નવેમ્બરે મિડટર્મ ચૂંટણીને કારણે રાજકીય સંગ્રામ જારી છે. આ ચૂંટણીને સેમિફાઈનલ મનાય છે. રાષ્ટ્રપતિ જો બાઈડેન અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની શાખ દાવ પર છે. જોકે આ દરમિયાન અમેરિકાની પ્રજાનો એક મોટો વર્ગ આવનાર વર્ષ 2024ની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં આ બંને નેતાઓને ટોચના પદે જોવા માગતી નથી. હાલમાં તો મોટા ભાગના અમેરિકી લોકો ત્રીજો વિકલ્પ શોધી રહ્યા છે. હાર્વર્ડ સીએપીએ-હેરિસ સરવેમાં 67% લોકોએ કહ્યું કે બાઈડેને ચૂંટણી ન લડવી જોઇએ. 33%એ તેમને ખરાબ રાષ્ટ્રપતિ ગણાવ્યા. બીજી બાજુ 57% લોકો કહે છે કે ટ્રમ્પે પણ આગામી ચૂંટણી ન લડવી જોઇએ. જોકે બાઈડેન અને ટ્રમ્પ જાહેરમાં ફરીવાર રાષ્ટ્રપતિ બનવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે.અમેરિકાના 73% યુવાનો માને છે કે બાઈડેને ફરી ચૂંટણી ન લડવી જોઈએ. જોકે 43% યુવાઓ કહે છે કે પૂર્વ પ્રમુખ ટ્રમ્પે 2024ની ચૂૂંટણી માટે દાવેદારી ન નોંધાવવી જોઇએ. સર્વેમાં સામેલ મોટા ભાગના યુવા કોલેજ સ્ટુડન્ટ્સ હતા તે નોંધપાત્ર બાબત છે બાઈડેનને નાપસંદ કરવાનાં 3 કારણોમાં
1 લોકપ્રિયતા ઘટી. મોંઘવારી, કોરોના મિસ મેનેજમેન્ટ, ઈંધણના મોંઘા ભાવ જવાબદાર.
2 ડેમોક્રેટ્સ વોટર ઉદારવાદી વિચારધારાના છે, જોકે બાઈડેન મધ્યમાર્ગી વિચાર ધરાવે છે.
3 બાઈડેન નવે.2022માં 80 વર્ષના થશે. હવે નવી પેઢીને તક આપવી જોઈએ.
ટ્રમ્પને ના પસંદ કરવાના 3 કારણો
1 ધ્રૂવીકરણ કરે છે. જાતિ અને અપ્રવાસીઓ પર ટિપ્પણી કરી સમાજને વિભાજિત કરે છે.
2 ચૂંટણી હાર્યા બાદ વ્હાઈટ હાઉસથી અમુક દસ્તાવેજો સાથે લઈ ગયા, તેમ કરવું ખોટું હતુ.
3 કેપિટલ હિંસાથી દેશની છબિ ખરડાઈ, આગામી ચૂંટણી હારશે તો સમર્થકો ફરી હિંસા કરી શકે