Published by : Rana Kajal
અમેરિકામાં ગન વાયોલન્સ ઓછું થવાનું નામ નથી લઈ રહ્યું. દેશ પર ગન કલ્ચર એટલું હાવી થઈ ગયું છે કે દરરોજ ક્યાંક ને ક્યાંક ગોળીબાર થાય છે અને લોકો જીવ ગુમાવી રહ્યા છે. સોમવારે એક બંદૂકધારીએ યુએસ મિડવેસ્ટર્ન શહેર સેન્ટ લુઇસ, મિઝોરીની એક હાઇસ્કૂલની અંદર ગોળીબાર કર્યો હતો, જેમાં બે લોકોના મોત થયા હતા અને છ અન્ય ઘાયલ થયા હતા. પોલીસે હુમલાખોરને ઠાર માર્યો હતો.
સેન્ટ લુઈસના પોલીસ કમિશનર માઈકલ સેકે જણાવ્યું હતું કે સેન્ટ્રલ વિઝ્યુઅલ એન્ડ પરફોર્મિંગ આર્ટ્સ હાઈસ્કૂલમાં થયેલા ગોળીબારમાં એક શિક્ષક અને એક કિશોરીનું મોત થયું હતું. અન્ય પીડિતોને બંદૂકની ગોળી અથવા શ્રાપનલના ઘા થયા છે, તેમણે જણાવ્યું હતું કે શંકાસ્પદ શૂટરની ઓળખ થઈ નથી, પરંતુ પોલીસે તેને લગભગ 20 વર્ષનો યુવક ગણાવ્યો છે.