Published by : Anu Shukla
- અધિવેશનને ‘હાથ સે જોડો હાથ’ નામ આપવામાં આવ્યું
- અધિવેશન આગામી ત્રણ દિવસી સુધી ચાલશે
- આગામી ચૂંટણીઓ અંગે થશે મંથન
છત્તીસગઢના રાયપુરમાં આજથી કોંગ્રેસનું 85મું રાષ્ટ્રીય અધિવેશન શરૂ થઈ રહ્યું છે. આ અધિવેશન આગામી ત્રણ દિવસી સુધી ચાલશે. જેમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત, રાહુલ ગાંધી, પાર્ટીના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત પાર્ટીના ઘણા મોટા નેતાઓ સામેલ થશે. આગામી વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ અંગે આ અધિવેશનમાં મંથન કરવામાં આવી શકે છે. આ અધિવેશનને ‘હાથ સે જોડો હાથ’ નામ આપવામાં આવ્યું છે.
કુલ 6 વિષયો પર ચર્ચા કરવામાં આવશે
આ અધિવેશનમાં આગામી સત્રનો એજન્ડા પણ નક્કી કરવામાં આવશે. અધિવેશનના અંતમાં એક મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. અધિવેશનમાં છ વિષયો પર પેટા જૂથો બનાવવામાં આવ્યા છે, જેના પર પક્ષ પોતાની વચ્ચે ચર્ચા કરીને ભવિષ્યની રણનીતિ નક્કી કરશે. આ છ વિષયોમાં રાજકીય, આંતરરાષ્ટ્રીય બાબતો, આર્થિક, સામાજિક ન્યાય, ખેડૂતો, યુવા, શિક્ષણ અને રોજગારનો સમાવેશ થાય છે. આ સાથે પાર્ટીના બંધારણ પર પણ ચર્ચા થશે. આ ઉપરાંત આગામી 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી સિવાય છ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થવાની બાકી છે. આ પૈકી રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, કર્ણાટક, તેલંગાણા જેવા રાજ્યો કોંગ્રેસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.




