Home News Update Entertainment આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ અને અક્ષયકુમારની ‘રક્ષાબંધન’ કલેક્શનમાં ધબાયે નમઃ

આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ અને અક્ષયકુમારની ‘રક્ષાબંધન’ કલેક્શનમાં ધબાયે નમઃ

0

આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ અને અક્ષયકુમારની ‘રક્ષાબંધન’ ગુરુવારે એટલે કે 11 ઓગેસ્ટર રિલીઝ થઇ હતી. બંને ફિલ્મનું ઓપનિંગ ડેનું કલેક્શન વિશે માહિતી સામે આવી છે. આ ફિલ્મોને બોક્સઓફિસ પર કોઈ ખાસ સફળતા મળી નથી.

આમીરખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ને IMDBના રેટિંગમાં પણ કોઇ ખાસ રેટિંગ મળ્યું નથી. IMDBએ ‘લાલ સિંહ ચઢ્ઢા’ને 4.2 રેટિંગ આપ્યું છે. તો બીજી તરફ પહેલા દિવસે 12 કરોડ આસપાસનું કલેકશન કર્યું છે. સૌથી મોટી વાત એ છે કે આમિર ચાર વર્ષ પછી બિગ સ્ક્રીન પર પરત ફર્યો છે. આમ છતાં પણ કોઇ ખાસ કલેકશન કર્યું નથી.

‘રક્ષાબંધન’નું પહેલા દિવસનું કલેકશન

આ ફિલ્મનું પહેલા દિવસનું કલેકશન 8.20 કરોડ રહ્યું છે. આ ફિલ્મ રક્ષાબંધનના તહેવાર પર આધારિત છે. આ ફિલ્મ પણ કંઇ ખાસ કલેકશન કરી શકી નથી. જો કે કલેકશન 2022માં અક્ષયની બે મોટી ફ્લોપ ફિલ્મો ‘બચ્ચન પાંડે’ અને ‘સમ્રાટ પૃથ્વીરાજ’ના ઓપનિંગ કલેક્શન કરતાં ઘણું ઓછું છે. ‘રક્ષાબંધન’નું બજેટ આ બંને ફિલ્મો કરતાં ઓછું છે, તેથી તેની પ્રથમ દિવસની કમાણી સારી કહેવાય.

આ બંને ફિલ્મ માટે એક સારી વાત છે કે, ગુરૂવારે રિલીઝ થવાને કારણે આ ફિલ્મને લાંબો વિકએન્ડ મળશે અને 3 દિેવસમાં બોક્સઓફિસનું કલેકશન વધી શકે છે.

2022માં ઘણી ફિલ્મ ફ્લોપ રહી

2022માં અક્ષય કુમાર, રણવીર સિંહ, કંગના રનૌત, રણબીર કપૂરની ફિલ્મ ફ્લોપ રહી છે. જોકે, ‘ધ કાશ્મીર ફાઇલ્સ’, ‘ગંગુબાઈ કાઠિયાવાડી’, ‘ભૂલ ભુલૈયા 2’ બોક્સ ઓફિસ પર સફળ રહી છે.





NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version