Home Business ભારત-યુકે વચ્ચે 2030 સુધીમાં વેપાર બમણો થશે: રિપોર્ટ

ભારત-યુકે વચ્ચે 2030 સુધીમાં વેપાર બમણો થશે: રિપોર્ટ

0

ટેક્નોલોજીમાં રોકાણ, ગ્લોબલ સપ્લાય ચેઇનમાં વૈવિધ્યકરણ અને મુક્ત વેપાર કરાર તથા ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસને કારણે ભારત અને UK વચ્ચેનો વેપાર વર્ષ 2030 સુધીમાં બમણો થાય તેવો અંદાજ છે. ગુડ્સ એન્ડ સર્વિસ સેક્ટરમાં ભારતનો યુકે સાથે વેપાર 2015ના 19.51 અબજ ડોલરથી વધીને વર્ષ 2022માં 31.34 અબજ ડોલર રહ્યો હતો. UKના ઇન્ટરનેશનલ ટ્રેડ વિભાગ દ્વારા સમર્થિત કન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII) અને ગ્રાન્ટ થોર્નટોર્ન ભારતની પાર્ટનરશિપ હેઠળ લોન્ચ કરાયેલી બ્રિટન મીટ્સ ઇન્ડિયા રિપોર્ટ 2022 અનુસાર ભારતમાં કુલ 618 જેટલી યુકેની કંપનીઓની ઓળખ થઇ છે.

જે સંયુક્તપણે 4.66 લાખ લોકોને રોજગારી પૂરી પાડે છે તેમજ 3,634.9 અબજ ડોલરનું ટર્નઓવર ધરાવે છે. વર્ષ 2000-22 દરમિયાન 31.92 અબજ ડોલરના રોકાણ સાથે યુકે ભારતનું છઠ્ઠા નંબરનું સૌથી મોટું રોકાણકાર રહ્યું હતું.

75 વર્ષની સફરમાં મહત્વપૂર્ણ ભાગીદાર થયા

બ્રિટિશ હાઇ કમિશનર એલેક્ઝાન્ડર એલિસ CMGએ જણાવ્યું હતું કે, 75 વર્ષના સફરમાં ભારત યુકેનું મહત્વપૂર્ણ પાર્ટનર રહ્યું છે. બંને દેશો મહામારી સામે સંયુક્તપણે લડત આપવા તેમજ ડિજીટલ સુરક્ષા માટે રહેલા પડકારોને માત આપવા માટે પણ બંને દેશો પ્રતિબદ્વ હોવાથી બંને દેશો વચ્ચેના સંબંધો વધુ સૌહાર્દપૂર્ણ બન્યા છે. અમારું ધ્યેય બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધોને વધુ સુદૃઢ બનાવવાનો છે.



NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version