- 20 ઉમેદવારોના નામની યાદી જાહેર…
ગુજરાત વિધાનસભાની ચુંટણીને ગણતરીનો સમય બાકી રહ્યો છે ત્યારે રાજ્યમાં ત્રીજા મોરચા તરીકે એન્ટ્રી કરનાર આમ આદમી પાર્ટીએ આજે વધુ 20 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આજે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી છે. આમ આદમી પાર્ટીએ પ્રેસ કોન્ફરન્સ યોજી વિધાનસભાની 182માંથી વધુ 20 બેઠકો માટે મૂરતિયાઓની યાદી જાહેર કરી છે. અત્યાર સુધી આમ આદમી પાર્ટીએ 6 યાદી જાહેર કરી છે. આમ આદમી પાર્ટીના પ્રેસ કોન્ફરન્સ યોજી ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. તો ભાજપ અને કોંગ્રેસ પાર્ટીએ હજી સુધી તેમના કોઈ ઉમેદવારો જાહેર કર્યા નથી. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલ સહીત અન્ય નેતાઓના ગુજરાતમાં આંટાફેરા વધ્યા છે.






