- મૃતકોમાં એક મહિલા અને એક પુરુષનો પણ સમાવેશ…
- કાટમાળમાં હજુ વધુ લોકો ફસાયા હોવાની શક્યતા…
મધ્ય પ્રદેશના મોરેનામાં ફટાકડાના ગોડાઉનમાં બ્લાસ્ટ થયો હતો. બલાસ્ટમાં 2 બાળકો સહિત 4ના મોત નીપજ્યા હતા.કાટમાળમાં હજુ વધુ લોકો ફસાયા છે. બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.
મધ્યપ્રદેશના મોરેનામાં ગેરકાયદેસર ફટાકડાના ગોડાઉનમાં વિસ્ફોટ થયાના સમાચાર સામે આવ્યા છે. વિસ્ફોટ એટલો મોટો હતો કે ફટાકડાનું ગોડાઉન ધરાવતું ઘર સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયું હતુ. મળતી માહિતી અનુસાર રહેણાંક વિસ્તારમાં આવેલ ગોડાઉનમાં એકાએક વિસ્ફોટ થતા લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી. બ્લાસ્ટને ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડનો તાત્કાલિક સ્થળ પાર દોડી આવ્યો હતો.વિસ્ફોટની માહિતી મળતા જ પોલીસ અને પ્રશાસનની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ અકસ્માતમાં 2 બાળકો સહિત 4ના મોત થયા છે. મૃતકોમાં એક મહિલા અને એક પુરુષનો પણ સમાવેશ થાય છે. ગંભીર રીતે ઘાયલ ચાર લોકોને 108ની મદદ સારવાર અર્થે ગ્વાલિયર રિફર કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે કાટમાળમાં હજુ વધુ લોકો ફસાયા હોવાની શક્યતા છે. બચાવ કામગીરી ચાલુ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જે ઘરમાં ફટાકડાનું ગોડાઉન હતુ ત્યાં કેટલાક ભાડૂતો પણ રહેતા હતા.




