Thursday, May 14, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateCrimeઆરોપી આફતાબને લઈ જતી વાન પર હુમલાનો પ્રયાસ…

આરોપી આફતાબને લઈ જતી વાન પર હુમલાનો પ્રયાસ…

  • ફોરેન્સિક લેબની બહાર 4-5 લોકો તલવાર લઈને દોડ્યા…. જણાવ્યુ કે અમે હવે આફતાબના 70 ટુકડા કરીશું…

ચકચાર ભર્યા શ્રદ્ધા હત્યા કેસના મુખ્ય આરોપી આફતાબને લઈ જતી વેન પર 4-5 લોકોએ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીગ્રાફ ટેસ્ટ બાદ તેને એફએસએલ લેબમાંથી લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે હુમલાના પ્રયાસની ધટના બની હતી. અમુક અજાણ્યા લોકોએ વાનનો પીછો કર્યો હતો. જેમાંથી બે લોકોના હાથમાં તલવાર હતી. કેટલાક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. જૉકે પોલીસે જણાવ્યું હતું કે આરોપી આફતાબ સુરક્ષિત છે.આ બનાવ અંગે એક હુમલાખોરે કહ્યું હતું કે 15 લોકો ગુરુગ્રામથી આવ્યા હતા. અને સવારે 11 વાગેથી જ એફએસએલની બહાર બેઠા હતા. આ લોકો કારમાં ઘણી તલવારો અને હથોડા લઈને આવ્યા હતા. હુમલાખોરનું કહેવું છે કે અમારી બહેનના જેણે 35 ટુકડાઓ કર્યા છે, તે આફતાબના અમે 70 ટુકડાઓ કરવા આવ્યા હતા. એક હુમલાખોરે કહ્યું હતું કે 15 લોકો ગુરુગ્રામથી આવ્યા હતા. અને સવારે 11 વાગેથી જ એફએસએલની બહાર બેઠા હતા. આ લોકો કારમાં ઘણી તલવારો અને હથોડા લઈને આવ્યા હતા.

જૉકે શ્રદ્ધા હત્યા કેસમાં 17 દિવસ બાદ દિલ્હી પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે સોમવારે શ્રદ્ધાની હત્યામાં વપરાયેલું હથિયાર જપ્ત કર્યું હતું. પોલીસનાં સૂત્રોનાં જણાવ્યાં અનુસાર – શ્રદ્ધાની વીંટી, જે આફતાબે હત્યા બાદ અન્ય છોકરીને ભેટમાં આપી હતી, એ પણ મળી આવી છે.આ યુવતી પણ હત્યા બાદ આફતાબના ફ્લેટમાં આવી હતી. એ દરમિયાન ફ્લેટમાં જ ફ્રિજમાં શ્રદ્ધાના શરીરના ટુકડાઓ હતા. પોલીસે જણાવ્યું હતું કે આફતાબે ડેટિંગ એપ દ્વારા અન્ય ગર્લફ્રેન્ડનો સંપર્ક કર્યો હતો.

આફતાબ ને તિહાર જેલમાંથી રોહિણી સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબ લઈ જવામાં આવ્યો હતો અત્યાર સુધીમાં આફતાબના ત્રણ પોલીગ્રાફ ટેસ્ટ થઈ ચૂક્યા છે. સૌથી પહેલો ટેસ્ટ 22 નવેમ્બરે થયો હતો. ત્યાર પછી 24 અને 25 નવેમ્બરે થયો. PIT અનુસાર, અત્યારસુધી આફતાબને 40 સવાલ પૂછવામાં આવ્યા છે. તમામ ટેસ્ટ પૂરા થયા પછી 5 ડિસેમ્બરે નાર્કો ટેસ્ટ થશે. એમ જાણવા મળેલ છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security