- ગુજરાત રાજયના ભાવનગર ગ્રામ્ય બેઠકના કોંગી ઉમેદવારને એટેક આવ્યો હોવાનો બનાવ બન્યો હતો..
કોંગ્રેસ ઉમેદવાર રેવતસિંહ ગોહિલને હાર્ટ એટેક આવ્યો હતો. રેવતસિંહ ગોહિલને એટેક આવતા સ્ટેન્ટ મૂકવું પડ્યું હતું
ભાવનગરની ગ્રામ્ય બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રેવતસિંહ ગોહિલને હાર્ટ એટેક આવ્યો છે. જેના લીધે એકાએક તેમની તબિયત ખરાબ થતા તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એટેક આવતા તેઓને સ્ટેન્ડ મૂકવું પડ્યું છે.રેવતસિંહ ગોહિલ છેલ્લા 22 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે ભાવનગર ગ્રામ્ય બેઠક પર ભાજપ અને કોળી સમાજના કદાવર નેતા પરસોતમ સોલંકી સામે કોંગ્રેસે રેવતસિંહ ગોહિલને ટિકિટ આપી છે. રેવતસિંહ ગોહિલ કે જેઓ ક્ષત્રિય સમાજમાં આગવું નામ ધરાવે છે. ગોહિલવાડ રાજપૂત સમાજના ઉપપ્રમુખ તરીકે પણ તેઓ પોતાની જવાબદારી નિભાવી રહ્યાં છે. ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પર ભાજપના દિગ્ગજ નેતા પરસોતમભાઈ સોલંકી કે જેઓ પાંચ ટર્મથી વિજેતા બની રહ્યાં છે તેમની સામે એક નવા જ ચહેરા તરીકે રેવતસિંહ ગોહિલને કોંગ્રેસે ઘોષિત કર્યા છે.




