હાલ દીવાળી પર્વના દિવસોનો સમય હોવાના કારણે ખુબ મોટી સંખ્યામાં ભક્તો શકિત પીઠ એવા માં અંબાજીના મંદીર ખાતે ઉમટી રહ્યા છે ત્યારે તા 25ઓકટોબર ના રોજ સૂર્યગ્રહણને લઈને અંબાજી મંદિર બંધ રહેશે એમ મંદીરના ટ્રસ્ટીઓ દ્વારા જણાવાયુ છે. મળતી માહિતી મુજબ તા 25 ઓકટોબરના રોજ સવારે 4 વાગ્યે મંગળા આરતી થશે જ્યારે સવારે 4.30થી રાત્રિના 9 સુધી મંદિર બંધ રહેશે જ્યારે રાત્રે 9.30 વાગ્યે આરતી કરવામાં આવશે એમ જણાવાયુ છે.
આવતીકાલે તા 25ઓકટોબરના રોજ અંબાજી મંદિર ભક્તો માટે બંધ રહેશે
RELATED ARTICLES




