Published By : Aarti Machhi
દિવાળીના પર્વ નિમીત્તે બોનસ આપવાનો રિવાજ પ્રચલિત છે ત્યારે દીપાવલી પર્વ નિમિત્તે બોનસ ન ચુકવવામાં આવતા કામદારોએ કપનીમાં લૂંટ કરી હોવાનો બનાવ છત્તીસગઢ રાજ્યમાં બનતા હાલ આ બનાવ અંગે લોકોમાં ચર્ચા ચાલી રહી છે.આ બનાવ અંગે વિગતે જોતા છત્તીસગઢના રાયપુરમાં એક કર્મચારીએ બોનસ નહીં મળ્યા બાદ પોતાની જ કંપનીમાં લૂંટ ચલાવી હતી.જોકે પોલીસે આ ગુનો ઉકેલી નાંખ્યો છે અને હવે કર્મચારી જેલની હવા ખાઈ રહ્યો છે.પોલીસનુ કહેવુ છે કે,એપી ગોયલ નામની કંપનીના કર્મચારીઓ મજૂરોને આપવા માટેના પગારની રકમ એક બેગમાં ભરીને લઈ જતા હતા ત્યારે રસ્તામાં કેટલાક લોકોએ તેમને લૂંટી લીધા હતા.પોલીસની તપાસમાં એવી વિગતો સપાટી પર આવી છે કે, જે લોકોએ લૂંટ ચલાવી હતી તે કંપનીના જ એક કર્મચારી વિદ્યાધર સાથે નજરે પડયા હતા.પોલીસે જ્યારે આકરી પૂછપરછ કરી ત્યારે વિદ્યાધરે કબૂલ્યુ હતુ કે, મેં જ મારા સાથીદારોને લૂંટ માટે મોકલ્યા હતા. મારો પગાર ઓછો હોવાથી આ મુદ્દે મારે અગાઉ પણ મેનેજમેન્ટ સાથે ચકમક થઈ હતી. ઉપરાંત કંપનીએ દિવાળી બોનસ પણ નહીં આપ્યુ હોવાથી કંપનીના પૈસાની લૂંટ ચલાવવાની યોજના બનાવી હતી.પોલીસનુ કહેવુ છે કે, લૂંટને અંજામ આપનારા બીજા બે આરોપી હજી પણ ફરાર છે.




