Thursday, May 14, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeInternationalઆશ્ચર્ય ગાયોની સૌંદર્ય સ્પર્ધા.....

આશ્ચર્ય ગાયોની સૌંદર્ય સ્પર્ધા…..

રશિયામાં એક અનોખી સ્પર્ધા યોજવામાં આવી હતી. આપને જાણીને આશ્ચર્ય થશે કે અહીં ગાયોની સૌંદર્ય સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સૌંદર્ય સ્પર્ધામાં લોકો દૂર-દૂરથી તેમની ગાયને શણગારી લાવ્યા હતા. ઘણા લોકોએ તેમની ગાયોને રંગબેરંગી કપડાં અને હેટ પણ પહેરાવી હતી. પરંતુ સૌંદર્ય સ્પર્ધામાં 40 લિટર દૂધ આપનારી એક ગાયે જીત મેળવી હતી. આ ગાયનું નામ Michiye છે. આ ગાયે તેના 24 હરીફોને હરાવ્યા અને ઇનામ જીત્યું હતું. આ એક મિલ્ક બ્રીડ ગાય છે. આવો ગાયોની આ અનોખી સૌંદર્ય સ્પર્ધા વિશે વિસ્તારમાં જાણીએ.જણાવી દઈએ કે ગાયોની સૌંદર્ય સ્પર્ધા રશિયાના યકુશિયા વિસ્તારમાં યોજવામાં આવી હતી. આ પ્રતિયોગિતામાં Michiye નામની એક ખૂબ સુંદર ગાયે ઇનામ મેળવ્યું હતું. સૌંદર્ય સ્પર્ધામાં જીતનાર ગાયનું નામ યુનિક છે. Michiyeનો અર્થ મુસ્કુરાહટ થાય છે. લોકો આ સૌંદર્ય સ્પર્ધામાં જીતનાર ગાયની ખૂબ પ્રસંશા કરી રહ્યા છે.જાણીલો કે રશિયામાં આયોજિત સૌંદર્ય સ્પર્ધાજીતનારી ગાય Michiyeએ તેના 24 હરીફોને માત આપી. ગાયના માલિકે તેનો મનમોહક મેકઅપ કર્યો હતો. ગાયના પીઠ પર પીળા અને લીલા રંગની ચાદર લપેટી હતી. તે સિવાય ગાયના માથામાં રંગબેરંગી ફૂલ સજાવ્યા હતા.

નોંધનીય છે કે આ અનોખી પ્રતિયોગિતાને જીતનારી ગાય Yakut અને Hereford મિક્સ બ્રીડની છે. તે યકુશિયાના Chyamayyky ગામમાં રહે છે. યકુશિયામાં બીજી વખત સુંદર ગાયોની સૌંદર્ય સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં Michiye ગાયે જીત હાંસલ કરી. રશિયામાં થયેલા આ અનોખી સૌંદર્ય સ્પર્ધામાં જીતનારી ગાય Michiye દરરોજ 40 લિટર દૂધ આપે છે. ગાયના માલિકે જણાવ્યું કે પ્રતિયોગિતા ખૂબ અઘરી હતી, પરંતુ તેમની ગાયે જીતી લીધી. જાણકારી મુજબ, ગયા વર્ષે આ સૌંદર્ય સ્પર્ધામાં સંયુક્ત રૂપથી 2 વિજેતા જાહેર કરાયા હતા. બયાગા થી આઇ ટ્ટીન બુલ ઉટી અને ટુટૉએ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security