Thursday, May 14, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeElection 2022વિધાનસભા ચૂંટણી 2022ને લઈને નાણાકીય હેરફેર અટકાવવા એરપોર્ટ પર વિશેષ વ્યવસ્થા...

વિધાનસભા ચૂંટણી 2022ને લઈને નાણાકીય હેરફેર અટકાવવા એરપોર્ટ પર વિશેષ વ્યવસ્થા…

અમદાવાદ એરપોર્ટ ઉપર એન્ટ્રી ગેટ ખાતે સ્કેનર મશીન જોવા મળતા હોય છે. જે મશીન દ્વારા મુસાફરો એરપોર્ટની અંદર કે હવાઈ જહાજમાં શંકાસ્પદ વસ્તુ લઈ જતા અટકાવી શકાય. જો કે આ વિધાનસભા ચૂંટણી દરમિયાન એરપોર્ટ ખાતે એન્ટ્રી ગેટની સાથે એક્ઝિટ એટલે કે અરાઇવલ ગેટ ઉપર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે
ચૂંટણી દરમિયાન નાણાકીય હેરફેર માટે પણ વહીવટી તંત્ર અને ચૂંટણી પંચ દ્વારા વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જે વ્યવસ્થાના ભાગરૂપે અમદાવાદ એરપોર્ટ ઉપર વિશેષ વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. સામાન્ય રીતે અમદાવાદ એરપોર્ટ ઉપર એન્ટ્રી ગેટ ખાતે સ્કેનર મશીન જોવા મળતા હોય છે. જે મશીન દ્વારા મુસાફરો એરપોર્ટની અંદર કે હવાઈ જહાજમાં શંકાસ્પદ વસ્તુ લઈ જતા અટકાવી શકાય. ચૂંટણી દરમિયાન ઉમેદવારો લાખો રૂપિયા પ્રચાર પ્રસારમાં ખર્ચ કરતા હોય છે. જેના કારણે નાણાકીય હેરફેરમાં વધારો થતો હોય છે. તેના કારણે આવી ઘટનાઓ પણ સામે આવતી હોય છે. ત્યારે આ જ ઘટનાઓને રોકવા અને નાણાકીય હેરફેરને રોકવા માટે અમદાવાદ એરપોર્ટના અરાઇવલ ગેટ પર પણ વિધાનસભા ચૂંટણી 2022ને ધ્યાને રાખીને સ્કેનર મશીન મૂકવામાં આવ્યા છે. જેથી કરીને કોઈ મુસાફર વધારે સંખ્યામાં નાણાં લઈને આવે તો તેના પર ત્યાંથી જ કાર્યવાહી કરીને અટકાવી શકાય. અમદાવાદ એરપોર્ટ ખાતે ઇન્કમટેક્સ વિભાગની ટીમો તેમજ ચૂંટણી પંચની ટીમો પણ કાર્યરત છે. જે ટીમો નાણાકીય હેરફેર તેમજ અન્ય ચૂંટણી લક્ષી પ્રક્રિયા પર સતત ધ્યાન આપી રહી છે. સાથે જ શંકાસ્પદ વ્યક્તિઓને ઝડપવા તેમજ નાણાકીય હેરફેર ની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે એરપોર્ટ ખાતે સીઆઇએસએફના જવાનોની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. જે સંખ્યા પહેલા 700 આસપાસ હતી, તે વધારીને 1 હજાર કરવામાં આવી. સાથે જ સીઆઇએસએફના જવાનોની પણ રજા ચૂંટણી સંદર્ભે ધ્યાને રાખીને રદ કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security