Home International ઈન્ડોનેશિયામા ફૂટબોલ મેચમાં પ્રસંશકો મેદાનમાં ઘુસતા ભાગદોડમા 127ના મોત

ઈન્ડોનેશિયામા ફૂટબોલ મેચમાં પ્રસંશકો મેદાનમાં ઘુસતા ભાગદોડમા 127ના મોત

0
  • 180 લોકો ઇજાગ્રસ્ત

ઈન્ડોનેશિયામાં ફૂટબોલ મેચનું આકર્ષણ સૌથી વધુ છે ફૂટબોલની રમતનો ક્રેઝ પણ વધુ હોવાના કારણે ફૂટબોલ મેચ યોજાતા સ્ટેડિયમ દર્શકોથી ખીચોખીચ ભરાઈ જાય છે. એટલુ જ નહિ પરંતુ મેચમાં રમતી બે ટીમોના પ્રસંશકો પણ બે ભાગમાં વહેંચાઈ જાય છે. જેથી હાર જીતની ઉત્તેજના સૌથી વધુ ફેલાઇ જાય છે ગતરોજ તા 1ઓક્ટોબરના રોજ ઈન્ડોનેશિયાના પુર્વ જાવાના કુંજુરુંહાન સ્ટેડિયમમાં BRI લીગ 1માં અરેમાં એફસી અને પર્સેલા સુરખાયા નામની ટીમો વચ્ચે ફૂટબોલની મેચ યોજાઇ હતી

પર્સેલા સુરખાયા ટીમની હાર થતા હારેલી ટીમના પ્રશંસકો હાર સહન ન કરી શકતા તેઓ મેદાનમાં ઘૂસી ગયા હતા. પરિસ્થિતી કાબુમાં લેવા માટે પોલિસે ટીયર ગેસ અને લાઠી ચાર્જનો પ્રયોગ કર્યો હતો પરંતુ ભીડ કાબુમાં ન આવતા અને સ્ટેડિયમમાં ભાગદોડનુ વાતાવરણ ફેલાઇ જતા 127 લોકોના મોત નીપજ્યા હતા જ્યારે 180 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version