એમ માનવામા આવે છે કે મિસ ઇન્ડિયા અથવા તો રનર અપ બન્યા બાદ જીવનમાં સંઘર્ષનો અંત આવી જતો હોય છે પરંતુ આ બાબત હંમેશા સાચી હોતી નથી જેમકે મિસ ઇન્ડિયા રનર અપ માન્યાસિંહ હજી પણ સંઘર્ષ કરી રહી છે . મૂળ ઉત્તર પ્રદેશની વતની ઍવી માન્યા સિંહે મિસ ઈન્ડિયા રનર અપનો તાજ ધારણ કર્યા બાદ તેને અને તેના કુટુંબીજનોને એમ થયું કે તેમના સંઘર્ષના દિવસો હવે પૂર્ણ થયા છે પરંતું એવુ ન બન્યું માન્યા સિંહના ઘઉં વર્ણ રંગના પગલે તે ટીકાપાત્ર પણ બની અને કેટલેક ઠેકાણે તે હાંસીપાત્ર પણ બની હતી. માન્યા સિંહના પિતા આજે પણ રિક્ષા ચલાવે છે તેમજ માતા લોકલ ટ્રેનમાં મુસાફરી કરે છે. બિગબોસમાં હવે જયારે માન્યા સિંહની એન્ટ્રી થઈ ચૂકી છે ત્યારે ભાઇજાન એટલે કે સલમાન ખાન પણ માન્યા સિંહની સંઘર્ષ ભરેલ જીવનથી ભાવુક બની ગયા હતા. એમ કહેવાઈ રહ્યું છે કે મિસ ઈન્ડિયા રનર અપ બન્યા બાદ પણ જે ન મળ્યું તે તમામ બિગ બોસમાં એન્ટ્રી મળ્યા બાદ માન્યા સિંહને મળશે અને તેથી તેનું અને તેના કુટુંબીજનોના સંઘર્ષમય જીવનનો અંત આવશે.