Home Ahmedabad એક જ પરિવારની ગેંગ દ્વારા અમદાવાદમાં હપ્તા ઉઘરાવતા હાહાકાર…

એક જ પરિવારની ગેંગ દ્વારા અમદાવાદમાં હપ્તા ઉઘરાવતા હાહાકાર…

0

આખરે અમદાવાદ ડીસીપી પોલીસે હપ્તાખોરી સામે લાલ આંખ કરી ગુજસીટોકની કલમો લગાડી…

અમદાવાદઃ મહાનગરમાં એક જ  કુટુંબના સભ્યો અને બીજા ઍક વ્યક્તિ દ્વારા આશરે 8 વર્ષોથી હપ્તા ઉઘરાવવા અંગેનો કાળો ધંધો ચાલી રહયો હતો. નાનો મોટો ધંધો શરૂ કરવો હોય કે મકાનમાં કંઈ કામ કરાવવું હોય ત્યારે આ ગેંગને હપ્તો ચૂકવવો જ પડે તેવી કડક રીત રસમ શરૂ થઈ ગઈ હતી. અમદાવાદના કોટ, કાગડા પીઠ, જમાલપુર, એસ. ટી વિસ્તારમા આ ગેંગ નો આતંક વધુ  હતો. નવાઇની બાબત એ છે કે ગેંગ પરિવારનો ઍક સાગરીત જેલમાં હોય તો બીજો હપ્તાનો કારોબાર સંભાળી લેતો હતો. આ ગેંગમાં ત્રણ સગા ભાઇ બાલમ ખાન, અજીમ ખાન, શરીફ ખાન અને તેમના પુત્રો તેમજ ઍક અન્ય વ્યક્તિ નો સમાવેશ થતો હતો.આ ગેંગ સામે અત્યાર સુધી 37 ફરિયાદો નોધાઇ હતી. જેને લઈને અમદાવાદ ડીસીપી પોલીસે પરિવાર સામે ગુજસીટોક (ગુજરાત કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ )ની કલમો લગાડી છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version