અમદાવાદ
- પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવને લઈ ઈન્ટરનેશનલ હવાઈ બુકિંગમાં હાલથી જ તેજી….
આગામી ડિસેમ્બર માહિનામાં સ્વામિનારાયણ સંપ્રદાયના પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. જેમાં ભાગ લેવા દેશ વિદેશમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. જેની અસર હાલથી જ એર ટિકિટના બુકિંગમાં જોવા મળી રહી છે. આ મહોત્સવને લઈને લખો લોકો આવશે ત્યારે આ સમયગાળા દરમિયાન હવાઈ મુસાફરી મોંઘી થાય તેવી શક્યતા છે.
આવનાર તા. 15 ડિસેમ્બર 2022થી 15 જાન્યુઆરી 2023 સુઘી પ પૂ પ્રમૂખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં વિદેશથી 1 લાખ કરતાં વધુ લોકો ઉમટી પડે તેવી સંભાવના છે ત્યારે અત્યારથી જ તેની અસર એર ટિકિટનાં ભાવો પર જણાઈ રહ્યા હોય તેમ સતત આ દિવસોની આજુબાજુનાં દિવસોનાં એર ટિકિટનાં ભાવોમાં જબરદસ્ત ઉછાળો આવી ગયો છે. બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા BAPS દ્વારા શતાબ્દી મહોત્સવ અંગે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અમેરિકા, બ્રિટન, આફ્રીકા તેમજ દેશ વિદેશ નાં લાખો ભક્તો આ મહોત્સવમાં ઉમટી પડે તેવી સંભાવના જણાઈ રહી છે.