Published By : Aarti Machhi
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ પર આયોજિત કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પાકિસ્તાનને લઈને મોટો દાવો કર્યો છે. તેઓએ ઈશારામાં કહ્યું છે કે પાકિસ્તાન ભારતમાં ભળી જશે. આજે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પાડોશી દેશ પાકિસ્તાનને લઈને મોટો દાવો કર્યો હતો અને કહ્યું હતું કે કાં તો પાકિસ્તાન ભારતમાં વિલીન થઈ જશે અથવા તો હંમેશા માટે બરબાદ થઈ જશે. સીએમ યોગીએ કહ્યું- 1947માં જે થયું તે હવે બાંગ્લાદેશમાં થઈ રહ્યું છે. અમે વિભાજનની દુર્ઘટના ફરી નહીં થવા દઈએ.
મુખ્યમંત્રીએ કહ્યું કે વિભાજનની દુર્ઘટના માટે કોંગ્રેસ ક્યારેય માફી માંગશે નહીં. કોંગ્રેસને જ્યારે પણ મોકો મળ્યો તેણે દેશનું ગળું દબાવી દીધું. તેમના પાપો ક્યારેય માફ કરી શકાતા નથી. બાંગ્લાદેશમાં 1947માં 22% હિંદુઓ હતા, આજે માત્ર 7% બાકી છે. આપણી બધી સહાનુભૂતિ એ હિન્દુઓ સાથે હોવી જોઈએ. અખંડ ભારતનું સપનું જ આવી ઘટનાઓનો ઉકેલ લાવશે.