Home News Update Crime ઓસ્ટ્રેલિયામાં ભારતીય મૂળ પર હુમલા બાદ પણ તેના પરિવારજનોને ત્યાં જવાના વિઝા...

ઓસ્ટ્રેલિયામાં ભારતીય મૂળ પર હુમલા બાદ પણ તેના પરિવારજનોને ત્યાં જવાના વિઝા ન મળ્યા…

0

ઓસ્ટ્રેલિયા

મૂળ ભારતના આગ્રા પંથકના રહેવાસી અને હાલ ઓસ્ટ્રેલિયામાં ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થી પર હુમલો થયો હોવાનો બનાવ બન્યો હતો. જેની સારવાર ચાલી રહી છે પરંતુ ઘણા દિવસો વિતી ગયા છતાં વિદ્યાર્થીના પરિવાર જનોને ઑસ્ટ્રેલિયા જવા માટે વિઝા મળી શક્યા નથી. ભારતીય લોકો પર વંશીય હુમલા વારંવાર થઈ રહ્યા છે નથી  ત્યારે વંશીય હુમલાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક ભારતીય વિદ્યાર્થી પર ચાકુ વડે હુમલો કરીને તેને ખરાબ રીતે ઘાયલ કરવામાં આવ્યો છે. શુભમ ઉત્તર પ્રદેશના આગ્રા શહેરનો રહેવાસી છે. ઓસ્ટ્રેલિયન પોલીસે આ ઘટનાને અંજામ આપનાર આરોપી હુમલાખોરની ધરપકડ કરી છે. ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરી રહેલ શુભમ ગર્ગ આગ્રાના કિરાવલી વિસ્તારના પેથગલીનો રહેવાસી છે. આ વંશીય હિંસામાં વિદ્યાર્થી પર 11 વખત છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરના હુમલામાં યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આગ્રામાં રહેતા તેના સંબંધીઓ આ ઘટનાથી ખૂબ જ દુઃખી છે અને તેને ભારત લાવવાની માંગ કરી રહ્યા છે. શુભમ ગર્ગ પર હુમલો કરવા બદલ ઓસ્ટ્રેલિયન પોલીસે જે આરોપીની ધરપકડ કરી છે તેનું નામ ડેનિયલ નોરવુડ જણાવવામાં આવી રહ્યું છે.28 વર્ષીય શુભમ પર તા 6 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં હુમલો થયો હતો. સિડનીમાં NSW યુનિવર્સિટીમાં મિકેનિકલ એન્જિનિયરિંગમાં પીએચડી કરી રહેલા શુભમ પર હુમલાખોરે 11 વાર છરી મારી હતી. રિપોર્ટ્સ અનુસાર, શુભમની હાલત નાજુક હોવાનું કહેવાય છે. આગ્રામાં રહેતો શુભમનો પરિવાર વિઝા સંબંધિત સમસ્યાઓને કારણે તેની મુલાકાત લઈ શકતો નથી. જે ખુબ ગંભીર બાબત કહી શકાય. નોરવુડે શુભમ ગર્ગને ગેટાક્રે એવન્યુ પાસે રોક્યો હતો. તેણે ગર્ગને રોકડ અને મોબાઈલ ફોન આપી દેવા જણાવ્યુ હતું . જ્યારે શુભમે તેનો વિરોધ કર્યો તો હુમલાખોરે તેના પર અનેક વાર હુમલો કર્યો અને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version