Home Food કડક સુરક્ષા વચ્ચે ટામેટાનો વેપાર…ટામેટાની ચોરી ન થાય તે માટે વેપારી એ...

કડક સુરક્ષા વચ્ચે ટામેટાનો વેપાર…ટામેટાની ચોરી ન થાય તે માટે વેપારી એ રાખ્યા બોડી ગાર્ડ…

0

Published By : Parul Patel

ટામેટાની કીમત ખુબ વધી જતાં હવે ટામેટાની પણ ચોરી થવા માંડી છે, ત્યારે વેપારીઓએ પણ ટામેટા અંગે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી સિક્યુરિટી ગાર્ડ મુકી દીધા છે કે જેથી ટામેટાની ચોરી ન થાય…

ઉત્તરપ્રદેશ રાજયના બનારસના એક શાકભાજીના વેપારીએ ટામેટાની ચોરી ન થાય તે માટે સિક્યુરિટી ગાર્ડ ગોઠવી દીધા છે. હાલ ટમેટાની કિંમત એટલી વધારે છે કે દુકાનમાંથી રૂપિયાની ચોરીને બદલે ટામેટાની ચોરી થઈ શકે તેવો ભય વધી ગયો છે. આવી સ્થિતિમાં દુકાનદારે ટામેટાની સુરક્ષા માટે બોડીગાર્ડ તૈનાત કર્યા છે. આ દ્રશ્ય જોઈને લોકો પણ આશ્ચર્યમાં પડી ગયા. આ દુકાનદાર તેના બોડીગાર્ડ અને તેને ગ્રાહકોને આપેલી ચેતવણી પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

દુકાનદારે પોતાની દુકાનમાં ટામેટા વેચવા માટે માણસો તો રાખ્યા જ છે, પરંતુ તેની સુરક્ષા માટે બે બાઉન્સરને પણ દુકાનની બહાર ઉભા રાખ્યા છે. આ દ્રશ્ય જોઈને ગ્રાહકો પણ આશ્ચર્યમાં પડી જાય છે. આ સાથે જ દુકાનદારે પોતાની દુકાન ઉપર કેટલાક પોસ્ટર પણ લગાડ્યા છે જેમાં ગ્રાહકો માટે સુચના લખવામાં આવી છે. દુકાનમાં લાગેલા પોસ્ટરમાં લખેલું છે કે, ‘ટમેટા અને મરચાને અડવું પણ નહીં’…અન્ય એક પોસ્ટરમાં લખેલું છે, ‘પહેલા પૈસા પછી ટમેટા’…આ દુકાનની આસપાસ લોકોની ભીડ જોવા મળે છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version