વડોદરા
કરજણ ટોલનાકા નજીક આજેસમી સાંજે એક ટ્રકની બ્રેક ફેલ થઇ જતા ટ્રક ઓફિસમા ઘુસી ગઇ હતી જેના કારણે ભારે નુક્સાન પહોચ્યુ હતુ.
કરજણ ટોલનાકા નજીક આજે સામી સાંજે 4 કલાકની આસપાસ એક ટ્રકની બ્રેક ફેઈલ થઇ ગઈ હતી. આ ટ્રક અચાનક જ ટોલનાકાની કાચની ઓફિસમાં ઘુસી ગઈ હતી. આ ટ્રક અચાનક માતેલા સાંઢની માફક આગળ વધતા કોર્મચારીઓમાં પણ ગભરાટ જોવા મળ્યો હતો. અને તેઓમાં નાસભાગ મચી જવા પામી હતી. જો કે ટ્રકના ચાલકે કે કલીનરને કોઈ નુકસાન પહોંચ્યુ ન હતું. અને કોઈ જાનહાની નોંધાઈ ન હતી પરંતુ ઓફિસમાં ભારે નુકસાન થવા પામ્યું હતું. ચાલક અને ક્લિનરની પુછપરછ કરતા ટ્રકની બ્રેક ફેઈલ થઇ જતા ચાલકનો સ્ટીટરિંગ ઉપર કાબુ ન રહેતા આ ઘટના ઘટી હોવાનું બહાર આવ્યુ હતુ. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.
(ઇનપુટ : જીતેન્દ્ર રાજપુત, વડોદરા)




